Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

એ.જી.એમ.માં નાણામંત્રી કનુભાઈદેસાઈએ જણાવ્‍યું કે, વી.આઈ.એ. 50 વર્ષ કાર્યરત છે, નવી ટીમ પાસે ચોક્કસ વિઝન છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની 52મી એ.જી.એમ. શનિવારે વી.આઈ.એ. હોલમાં યોજાઈ હતી. જેમાં નવી 2023 થી 2026 સુધીની ત્રણ વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે શ્રી સતિષભાઈની વરણી કરવામાં આવી હતી.
એ.જી.એમ.માં ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.થી સંકળાયેલા તમામ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. તમામ ઉદ્યોગપતિ મેમ્‍બર્સોએ વી.આઈ.એ.માં 6 વર્ષથી સેક્રેટરી તરીકે સેવા બજાવતા સતિષભાઈ પટેલનું નવી ટર્મ માટે પ્રમુખ તરીકેનું નામ ઘોષિત કરાયું હતું. આ પ્રસંગે રીટાયર્ડ થતા પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા, યોગેશ બાકરીયાના કાર્યકાળમાં વાપીના ઉદ્યોગોના હિતમાં લેવાયેલા નિર્ણયો અને વિકાસ અંગેનો ચિતાર મિટિંગમાં તેમણે આપ્‍યો હતો. રાજ્‍યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. 50 વર્ષથી કાર્યરત છે. ભૂતપૂર્વ તેમજ હાલની બનેલી ટીમ યુવાનોની છે અને તેમની પાસે ચોક્કસ વિઝન છે સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ડીપ સી પાઈપ લાઈન જેવા વિકાસ કામો કરવાના છે તે પૂર્ણ કરશે. નવા વરાયેલા પ્રમુખ સતિષભાઈ પટેલએ આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ 10 વર્ષથી કામગીરીકરી ઘડાઈ ગયા છે. સાથેસાથે સર્વ ઉપસ્‍થિતોનો ખાસ આભાર તેમણે માન્‍યો હતો. હાલના ઓડિટોરિયમના 25 વર્ષ થઈ ગયા છે તેથી નવું અદ્યતન ઓડિટોરિયમ બનાવવાનું વિઝન છે.

Related posts

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

vartmanpravah

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ચીખલી પોલીસે ચોરીના 49 જેટલા મોબાઈલ સાથે બે જેટલા યુવકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

Leave a Comment