September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ


વિદ્યાર્થીઓએ શિક્ષણની ગુણવત્તા, નિપુણ ભારત, પર્યાવરણ, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, દેશભક્‍તિ, સ્‍વચ્‍છતા, આધુનિક સમસ્‍યાઓ જેવી થીમ ઉપર 19 જેટલી રજૂ કરેલી કળતિઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા નરોલીમાં જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં અને શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીની દેખરેખ હેઠળ વાર્ષિકોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન કેન્‍દ્ર શાળા નરોલીની 8 શાળાઓ અને પ્રાથમિક અંગ્રેજી શાળા નરોલી મળીને કુલ 9 શાળાઓનો વાર્ષિકોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. આ અવસરે શિક્ષણની ગુણવત્તા, નિપુણ ભારત, પર્યાવરણ, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, દેશભક્‍તિ, સ્‍વચ્‍છતા, આધુનિક સમસ્‍યાઓ જેવી થીમ ઉપર 19 જેટલી કળતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોની પ્રતિભાને નિહાળવા અને પ્રોત્‍સાહિત કરવા માટે, ગામના સરપંચ શ્રીમતી લિનાબેન પટેલ, ઉપસરપંચ શ્રી પિયુષસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી વંદનાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્‍ય શ્રી યોગેશસિંહસોલંકી, શ્રીમતી જાગૃતિબેન સોલંકી, બી.આર.સી. કો-ર્ડિનેટર સેલવાસ શ્રી અલ્લારખા વ્‍હોરા, સી.આર.સી. કો-ર્ડિનેટર શ્રી મિનરાજસિંહ પરમાર, શ્રીમતિ સ્‍વીટીબેન કાટેકર, બી.આર.પી. શ્રી કેયૂરસિંહ ગોહિલ, નરોલી અંગ્રેજી શાળાના આચાર્ય શ્રીમતિ અનિશાબેન ખલીફા, ખરડપાડા શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, પેટા શાળાના મુખ્‍ય શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ, નોન ટીચિંગ સ્‍ટાફ, વાલીઓ, ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. દરેક કળતિઓ ખૂબજ સુંદર હતી અને જેમાં ઈનામની વણજાર જોવા મળી હતી. આમંત્રિત મહેમાનો દ્વારા વિવિધ કળતિને કુલ 21 હજાર રોકડ પુરસ્‍કાર પ્રાપ્ત થયું હતું.. સંપૂર્ણ કાર્યક્રમનું યુટયુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા નરોલીના આચાર્યા શ્રીમતી ડિમ્‍પલકુમારી બી. સોલંકી અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી દેવેન્‍દ્ર મહિપતભાઈ જોષી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

દાનહ વન વિભાગે નરોલી રોડ પરથી પાસ પરમીટ વગર લાકડા લઈ જતો ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

Leave a Comment