December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

સામાન્‍ય સભામાં વિકાસના કામોની ફેરદરખાસ્‍ત ઉપરાંત શાળાના જર્જરિત ઓરડાઓ, આંગણવાડીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિત, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બરોટ, નાયબ ટીડીઓ દિગ્‍વિજયસિંહ દોડીયા, વિસ્‍તરણ અધિકારી ભારતીબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં ગત સામાન્‍ય સભાની કાર્યવાહીને બહાલી આપી નાણાંપંચની તેમજ સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની ગ્રાન્‍ટના કેટલાક કામોની ફેર દરખાસ્‍ત કરવામાં આવી હતી.
સામાન્‍ય સભામાં કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ દ્વારા કેટલ શેડની મંજૂરી સહિત વિકાસના કામો અંગે ચર્ચા કરી હતી. વિરોધપક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયાના જર્જરિત ઓરડાઓના પ્રશ્ન બાબતે પ્રમુખ કલ્‍પનાબેને જણાવ્‍યું હતું કે, નવા ઓરડાઓની મંજૂરી આવે તે મુજબ જર્જરિત ઓરડાઓ તોડવાની મંજૂરી આપવામાં આવે છે. અને હાલે તાલુકાની 42-જેટલી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓનું બાંધકામ પ્રગતિમાં છે. જ્‍યારે આંગણાવાડીમાં ઘટક-1 અને 3 માં47-જેટલી નવી આંગણવાડીઓને મંજૂરી મળેલ છે. જે પૈકી છ જેટલી પ્રગતિમાં છે. જ્‍યારે ઘટક-2 માં નવી-17 પૈકી બે ના બાંધકામ પૂર્ણ થઈ ગયેલ છે. અને બે પ્રગતિમાં છે. આ ઉપરાંત તાલુકામાં ચોમાસાની સીઝનના કારણે વિકાસના કામો અટકેલા છે. પરંતુ મોટેભાગના કામો પૂર્ણતાના આરે છે.
તાલુકા પંચાયત સભ્‍ય જશુભાઈ ગાંગોડે ઉપરાંત વિરોધ પક્ષના ભીખુભાઈ સહિતના સભ્‍યોએ પ્રમુખ પદે કલ્‍પનાબેન કાર્યકાળને કામગીરીને બિરદાવી હતી. સભાનું સંચાલન મદદનીશ ટીડીઓ જીતુભાઈ પટેલે કર્યું હતું.

Related posts

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધામાં સરકારી હાઈસ્‍કૂલ નાની દમણ વિજેતા બની

vartmanpravah

Leave a Comment