April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલીના દાદરા ગામે એક કંપનીના ગોડાઉનમાંથી પેપરબોર્ડની ચોરીની ઘટનામા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 14.63 ટન પેપર બોર્ડ અને ગુનામાં વપરાયેલ વાહનો જપ્ત કરવામાં આવ્‍યા છે. દાદરા ગામની એસ.એસ.પેકેજીંગ કંપનીના પ્રતિનિધિ સિદ્ધાંત જયદીપ સાવલા દ્વારા 1લી એપ્રિલથી 30 એપ્રિલ વચ્‍ચે કંપનીના ગોડાઉનમાં અજાણ્‍યા વ્‍યક્‍તિઓ ઘુસી 28.3 ટન પેપર બોર્ડ જેની કિંમત અંદાજીત રૂા. 28,30000ની ચોરી કરેલ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આઈપીસીની ધારા 380, 454, 457, 411, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ દાદરા આઉટ પોસ્‍ટના હેડ કોન્‍સ્‍ટેબલ એન.બી.રાઠોડને સોંપવામાં આવી હતી. સેલવાસ પોલીસ સ્‍ટેશનના એસએચઓના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી તપાસ દરમ્‍યાન પાંચ આરોપીઓ ઈરશાદ અહમદ અસફાક (ઉ.વ.37) રહેવાસી બલીઠા, વાપી. મોહમ્‍મ્‍દ નરૂલ્લા ખાન (ઉ.વ.38) રહેવાસી ડુંગરી ફળિયા વાપી, અકરમ રમજાન ખાન (ઉ.વ.40) રહેવાસી ડુંગરા વાપી, હિતેશ ઉર્ફે લલ્લુ રાજુભાઈ પટેલ (ઉ.વ.36) રહેવાસી ડુંગરા, વાપી, અચલ ભીમજુભાઈ વળવી (ઉ.વ.27) રહેવાસી કપરાડા જેઓની ધરપકડ કરવામાં આવી અને એમની પૂછપરછ કરતા આરોપીઓએ દાદરાથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીઓ પાસેથી દાદરામાંથી ત્રણ ટન પેપરબોર્ડ અને જીઆઈડીસી વાપીમાંથી 11.63 ટન પેપર બોર્ડ અને ઉપયોગમાં લેવાયેલ વાહનો પણ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

Leave a Comment