October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

અનુજ નામના યુવાનને માર મારનાર જીગર પટેલ, કેયુર પટેલ, કિશોર પટેલ સામે પિતાએ ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ નનકવાડામાં જઈ રહેલ વરઘોડાના જાનૈયા ગુંદાગર્દી ઉપર ઉતરી આવ્‍યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
પોલીસ સુત્રો મુજબ વલસાડ નનકવાડા વિસ્‍તારમાંથી પસાર થતા વરઘોડામાં કોઈએ સંતોષિ એપાર્ટમેન્‍ટ પાસે કાર પાર્ક કરી હતી ત્‍યારે એપાર્ટમેન્‍ટમાં યુવાન અનુજ મધુસુદનવ્‍યાસે જાનૈયાઓને કાર હટાવવાનું જણાવેલ તેથી ગુસ્‍સે ભરાયેલા જાનૈયાઓમાં આવેલ કિશોર અને કૃણાલ ઉર્ફે ચકો નામના યુવાનો અનુજને માર માર્યો હતો. અન્‍ય લોકો વચ્‍ચે પડતા મામલો થાળો પડયો હતો પરંતુ વાત એટલેથી અટકી નહોતી. નાની અમથી વાતની અદાવત રાખી જાનૈયા જીગર હરીશ પટેલ, કેયુર હરીશ પટેલ, કિશોર ઈશ્વર પટેલ, કૃષ્‍ણાલ ઉર્ફે ચકો વિજય પટેલ તમામ રહે.નનકવાડા ફરીથી અનુજના ઘરે પહોંચ્‍યા હતા. દરવાજો ઠોકી અનુજને બહાર કાઢી બેહોશ થાય તેટલો ઢોર માર્યો હતો. જેના પગલે મામલો ફરી ગરમાયો હતો. બનાવ સંદર્ભે અનુજના પિતા મધુસુદનભાઈએ સિટી પોલીસમાં તમામ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah

દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment