July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

અકસ્‍માતમાં ગંભીર ઘાયલ કમલેશ સીંગને ચલા હોસ્‍પિટલ ખસેડાયો હતો : તબીબે મૃત જાહેર કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: સેલવાસથી બે યુપીવાસી મિત્રો રિક્ષા લઈને વાપી હાઈવે ઉપર આવેલ શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા આવ્‍યા હતા. રિક્ષા ચાલકને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે અતડાઈ હતી. બન્ને મિત્રો રિક્ષામાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આધેડ કમલેશ સીંગને 108 દ્વારા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
પોલીસ સુત્રો મુજબ સેલવાસ ચાલીમાં રહેતા રાજેન્‍દ્રસીંગ ઈન્‍દ્રચાલ અને તેનો મિત્ર કમલેશસીંગ મનીરામસીંગ ઠાકુર (ઉ.વ.52) શાકભાજી વેચાણનું કામકાજ કરે છે તેથી બન્ને મિત્રો રિક્ષા લઈને વાપી હાઈવે ઉપર આવેલ શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા આવ્‍યા હતા. રિક્ષા રાજેન્‍દ્રસીંગ ચલાવી રહ્યો હતો. દમણગંગા પુલ છેડે ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ હતી. બન્ને મિત્રો નીચે પડી ગયા હતા. અકસ્‍માતમાં વધુ ઘાયલ કમલેશસીંગને 108 દ્વારા ચલા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જ્‍યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે રિક્ષા ચાલક યુવકે ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ધોરણ 1માં પ્રવેશ લેતાં બાળકોનાં સંઘપ્રદેશમાં સત્‍કારસન્‍માન સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

ધરમપુરના ઢાંકવળ અને તામછડી ગામે વન વિભાગના પ્‍લાન્‍ટેશનનો સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

વલસાડ રોજગાર કચેરી દ્વારા પારડી કોલેજમાં ભરતી મેળો યોજાયોઃ 412 ઉમેદવારોની પસંદગી કરાઈ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

Leave a Comment