July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

ઈન્‍કનો વપરાશ કરી સ્‍કેચ પેન, બોલપેન સહિતની પ્રોડક્‍ટ બનાવતી કંપની સામે જીપીસીપીએ કરેલી કાર્યવાહીથી કંપનીસંચાલકોમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21 : ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને મંજૂરી આપવામાં આવતી નથી તેમ છતાં પણ લાપરવાહી દાખવતા એકમોની પ્રોડક્‍ટમાં વપરાતું એસિડિક કે કલર યુક્‍ત મટીરીયલનો પ્રવાહી વેસ્‍ટનો યોગ્‍ય નિકાલના અભાવે પ્રદૂષણની માત્રા વધી રહી છે. ઉમરગામ જીઆઈડીસીમાં ધાતુ ઓગાડવાની અને ઈન્‍ક, સ્‍કેચ પેન, બોલપેન, પેન્‍સિલ તેમજ રબર વગેરે પ્રોડક્‍ટ બનાવવાની કંપનીઓ કાર્યરત છે. મોટાભાગની પ્રોડક્‍ટોમાં કેમિકલ તેમજ કલર ઉપરાંત અન્‍ય દેશોમાં બેન હોય એવા કેમિકલો રો-મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચા જોવા મળી છે. ઉમરગામની મોટાભાગની કંપનીઓમાં સાઈન બોર્ડ ઉપર એમની પ્રોડક્‍ટ કે રો-મટીરીયલ વિશે માહિતી લખવામાં આવતી નથી. આમ પ્રોડક્‍ટ અને રો-મટીરીયલની વિગત કંપની ઈરાદાપૂર્વક છુપાવતી હોવાનું સાબિત થાય છે. દેહરી પંચાયતની હદમાં અને નોટિફાઈડને લાગુ કેટલીક ફેક્‍ટરીઓ કાર્યરત છે. જેમાંથી બોલપેન અને ઈન્‍કનો વપરાશ કરતી એક કંપનીનું પાણી જાહેર કુદરતી વહેણમાં લાંબા સમયથી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી નોટિફાઈડના કુદરતી વહેણમાં છોડ્‍યા બાદ દેહરી પંચાયતની હદમાંથી પસાર થઈ દરિયા સુધી પહોંચે છે. નિયમિત રીતે બેરોકટોક ગેરરીતેછોડવામાં આવતું દુર્ગંધ યુક્‍ત પાણીની નોંધ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા લેવામાં આવી છે. અને આ ઘટનાની ઉચ્‍ચસ્‍તરિય કચેરીથી નોટિસ ફટકારતા કંપનીના સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ ઘટના માત્ર અહીંથી અટકતી નથી જો ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો કંપનીની અંદર બનાવવામાં આવેલા પાણી સંગ્રહના વિશાળ હોજનુ વાસ્‍તવિક કારણ બહાર આવી શકે. આ વિશાળ હોજમાં કલર યુક્‍ત પાણીનો સંગ્રહ તો કરવામાં આવતો નથી એ તપાસનો વિષય છે. આ ઉપરાંત પણ ઘણાં તર્કવિતર્ક બહાર આવી રહ્યા છે.
ઉમરગામ જીઆઈડીસીમાં લાપરવાહી દાખવતા ઘણા એકમો કાર્યરત છે. ઈટીપી પ્‍લાન્‍ટ માત્ર શોભાના ગાંઠીયા છે. ઓઈલયુક્‍ત કે કલર યુક્‍ત પાણી ઘણી કંપનીઓમાંથી બહાર આવતું જણાય છે જેની સામે પગલાં ભરવાની આવશ્‍યકતા જણાવી રહી છે. આ ઉપરાંત ઉમરગામ જીઆઈડીસીમાં ધ્‍વનિ પ્રદૂષણનું પ્રમાણ પણ ફેલાયેલું છે. આ તમામ ઘટનાઓને આવરી લઈ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ સમિતિ દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment