Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

છેલ્લા કેટલાક દિવસ ખેરગામ રોડનું આંદોલન ચાલી રહ્યું હતું : સરપંચોની હાઈવે ચક્કાજામની ચીમકી બાદ આવેલો નિવેડો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ-ખેરગામ રોડના નવિનિકરણ અને નાળા-પુલનુંસમારકામ ખોરંભે પડયું હતું. વન વિભાગે કામને અટકાવી દીધું હતું. સ્‍થાનિક 40 થી 50 ગામો માટે ખેરગામ રોડ હાર્ટ લાઈન સમાન છે. તેથી સરપંચો અને સ્‍થાનિકોમાં ભારે વિરોધ ઉભો થતા કેટલાક દિવસથી આંદોલન ચાલતું હતું પરંતુ લોકમિજાજ બાદ આજે સુખદ નિવેડો આવ્‍યો હતો અને અટકાવેલ રોડની કામગીરી શરૂ થઈ હતી.
વલસાડથી ખેરગામને જોડતા રોડની નવિનિકરણ તથા પુલ-નાળાના સમારકામની કામગીરી જાહેર બાંધકામ વિભાગે ત્રણ-ચાર મહિના પહેલાં શરૂ કરી હતી. પરંતુ સ્‍વપ્‍નામાં રહેલ વનવિભાગ અચાનક જાગી ઉઠેલું તેમજ કામકાજને અટકાવી દીધેલું. વનવિભાગની એન.ઓ.સી. નથી લેવાઈ તેવી આડોડાઈ કરી હતી. કામકાજ બંધ રાખવામાં આવતા 40 ઉપરાંત ગામના સરપંચોએ બાંયો ચઢાવી હતી. કલેક્‍ટરથી લઈ બધી જગ્‍યાએ ઉચ્‍ચ રજૂઆત કરી સદર રોડનું અટકાવેલ કામ શરૂ કરવા આંદોલન સાથે આવેદનપત્ર આપી અલ્‍ટીમેટમ આપ્‍યું હતું કે કામ ચાલું નહી થાય તો હાઈવે ચક્કાજામ કરાશે. સરપંચોની લડત રંગ લાવી છે અને કામકાજ શરૂ થઈ ગયેલ છે.

Related posts

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

વાપીમાં દુકાન સામે રાખેલ દૂધના કેરેટ ચોરી રિક્ષામાં ભરતા બે ચોર ઝડપાયા

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રજાસત્તાક અને નિર્માણ દિવસ નિમિત્તે દીવ ખાતેથી તિરંગો લહેરાવશે

vartmanpravah

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

Leave a Comment