October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખડકી ભાગડાના ઈસમના બે ચેક બાઉન્‍સ થતા કોર્ટે રૂા.12.30 લાખ ભરી દેવા હૂકમ કર્યો

આરોપી મોહંમદ સાહીલ ગુલામ હુસેનએ સેન્‍ટ્રલ બેંકમાંથીકિસાન કાર્ડ હેઠળ ખેતીવાડી માટે લોન લીધી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટએ ખડકી ભાગડા ગામના ઈસમે સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયામાંથી પાંચ વર્ષ અગાઉ લોન લીધી હતી તે પેટે બેંકમાં ભરેલ બે ચેક રીટર્ન થતા બેંકે કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટે રૂા.12.30 લાખ ભરપાઈ કરવાની 90 દિવસની મુદત આપી છે. કસુરવાર ઠરે તો 90 દિવસની સાદી જેલનો હૂકમ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ ખડકી ભાગડા દરગાહ પાસે રહેતા મોહંમદ સાહીલ ગુલામ હુસેનએ 2018માં સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની શાખામાંથી રૂા.12.30 લાખની કિસાન કાર્ડ હેઠળ ખેતીવાડી માટે લોન લીધી હતી. બાદમાં લોન પેટે બેન્‍ક ઓફ ઈન્‍ડિયાનો રૂા.5.86 લાખનો ચેક તથા સેન્‍ટ્રલ બેંકનો રૂા.6,17,586નો ચેક આપેલ તે બન્ને ચેક બાઉન્‍સ થતા બેંકના ઉપરી અધિકારી રમેશચન્‍દ્ર એન. પટેલએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. બેંકના એડવોકેટ ચિરાગ શાષાીની દલીલો માન્‍ય રાખીને જ્‍યુડિ. મેજીસ્‍ટ્રેટ વિનય કુમારે આરોપી મોહંમદ સાહીલને બેંકને રૂા.12.30 લાખ ચુકવવાની 90 દિવસની મુદત આપી હતી તેમ ના થાય તો આરોપીને 90 દિવસ સાદી કેદની સજા આપતો હૂકમ કર્યો હતો.

Related posts

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

Leave a Comment