March 27, 2023
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

પારડી બાદ વલસાડ ખાતે અન્‍યત્ર ચોરી કરવા જતા વલસાડ એલસીબીએ ઝડપ્‍યા: પાંચ પૈકી ત્રણ ફરાર બે ઝડપાયા, તપાસ દરમિયાન સીકલીગરગેંગના હોવાનું બહાર આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી વિશ્રામ હોટલ નજીક આવેલ હાઈવે સ્‍થિત અલ મદીના એપાર્ટમેન્‍ટમાં બે મોટરસાયકલ લઈ આવેલ પાંચ જેટલા ઈસમોએ એપાર્ટમેન્‍ટના બંધ ફલેટ નંબર 104 નું તાળું તોડી બેડરૂમમાં રાખેલ લોખંડનો કબાટ તોડી સોના-ચાંદીના દાગીના અને દસ હજાર રોકડા મળી રૂા.54000 ફલેટ નંબર 105 માંથી બે કાનની એરિંગ, કાનની નથ, ચાંદીનો બ્રેસલેટ તથા 102 માંથી રૂા.19,000 રોકડા અને 900 દીરહામની ચોરી થયેલ હોવાની ફરિયાદ મહમદ ઉંમર તનવર જાકીર હુસેન તનવરે પારડી પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવી હતી.
આ દરમિયાન વલસાડ એલસીબી પણ રૂલર વિસ્‍તારમાં એ જ રાત્રે ચેકિંગમાં હોય પારડીથી ચોરી કર્યા બાદ વલસાડ ખાતે અન્‍યત્રે ચોરીનો અંજામ આપવા જઈ રહેલ (1) ગુરુદયાલસીંગ ઉર્ફે પીતલા દિલીપસીંગ બાવરી (સીકલીગર) ઉ.વ.24 રહેવાસી હાલ ભેસ્‍તાન, સરદાર ગેટ પાણીની ટાંકીની બાજુમાં સરકારી વસાહત (સુરત-ડીંડોલી પો.સ્‍ટે.ની હદમાં) તા.ચોર્યાસી જી.સુરત, મૂળ રહેવાસી ભરૂચ, શક્‍તિનાથ સાબુગઢ ઝૂપડપટ્ટી, જી.ડી. મોદી બાગની આગળ તા.જિ. ભરૂચ તથા (2) રઘુવીરસીંગ ઉર્ફે રકબીર સોરનસીંગ ટાંક (સીકલીગર) ઉ.વ.20 રહેવાસી હાલ ભેસ્‍તાન આવાસ, બિલ્‍ડીંગ નંબર ઈ-11, રૂમ નંબર 1, ડીંડોલી, સુરત શહેર વલસાડએલ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા હતા. જ્‍યારે દીપક, રાજુસિંહ તથા રાહુલ ત્રણેય રહે.ભેસ્‍તાન, સુરત નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પોલીસે તેમની પાસેથી ચોરી કરેલ સોના, ચાંદીના દાગીના, રોકડ રકમ તથા ચોરીને અંજામ આપવામાં વપરાતા સાધનો કબજે કરી વધુ તપાસ દરમ્‍યાન આ ચોરો ખૂંખાર સિકલિગર ગેંગના હોવાનું બહાર આવ્‍યુ હતું. પારડી પોલીસે આ બન્ને આરોપીઓને ટ્રાન્‍સફર ઓર્ડરથી પારડી લાવી વધુ તપાસ હાથ ધરી છે.
ફક્‍ત ઠંડીની સિઝનમાં બંધ ઘૂસી ચોરી કરતા સામાન્‍ય ચોરો ન હોય પરંતુ ખુંખાર ગણાતા અને ચોરી અથવા કોઈ પણ ગુનાહિત કૃત્‍યને અંજામ આપવા માટે અન્‍ય વાહનોની પણ ચોરી કરતી આ સીકલીગર ગેંગ વલસાડ જેવા વિસ્‍તારમાં ચોરી કરતા ઝડપાઈ ગયા હોય પોલીસ માટે ખૂબ જ જવાબદારી વધી ગઈ છે. કારણ કે આ ગેંગ ચોરીની સાથે અન્‍ય કોઈપણ કળત્‍ય કરતા અચકાતી નથી. શરૂઆતમાં જ આ ગેંગના સભ્‍ય પકડાઈ ગયા હોય વલસાડ જિલ્લા પોલીસ કોઈ એક્‍શન પ્‍લાન બનાવી શરૂઆતમાં જ આ ગેંગને નેસ્‍તાબૂત કરે એ ખૂબ જરૂરી બન્‍યું છે.

Related posts

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્‍મ દિવસે તિથિ ભોજન અપાયું

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment