December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવદેશ

ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન સફાઈ કામદારોની સમસ્‍યાના નિરાકરણ માટે હરસંભવ પ્રયાસ કરી રહી છે : પ્રમુખ એમ.વેંકટેશન

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ પ્રમુખ એમ.વેંકટેશને દીવની મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારી કોલોનીનું કરેલું નિરીક્ષણ : સફાઈ કામદારો સાથે યોજેલી સમીક્ષા બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17
રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, નવી દિલ્‍હીના પ્રમુખ શ્રી એમ. વેંકટેશને પોતાની દીવ મુલાકાત દરમિયાન આજે સવારે દીવ ખાતે આવેલ સફાઈ કર્મચારી કોલોની વેકરીયા શેરીનું નિરીક્ષણ કર્યુ હતું અને આ પ્રસંગે આયોજીત જનસભામાં વાલ્‍મિકી સમાજના સફાઈ કામદારો સાથે તેઓ રૂબરૂ થયા હતા. જ્‍યાં સફાઈ કામદારોએ તેમનું પુષ્‍પગુચ્‍છ આપી હાર્દિક સ્‍વાગત કરી શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓએ પોત-પોતાના વિચાર વ્‍યક્‍તકર્યા હતા અને પ્રશાસન દ્વારા તેમને મળી રહેલી સુવિધાઓને રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, નવી દિલ્‍હીના પ્રમુખ શ્રી એમ. વેંકટેશન સમક્ષ પ્રસ્‍તુત કરી હતી.ત્‍યારબાદ રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, નવી દિલ્‍હીના પ્રમુખ શ્રી એમ.વેંકટેશન દીવ નગરપાલિકાના સભાખંડમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ અને સફાઈ કામદારો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સફાઈ કામદારોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્‍યાઓ અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સભામાં સફાઈ કામદારોએ પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને તેમના કાર્યક્ષેત્રમાં તેમને પડતી કેટલીક સમસ્‍યાઓ અને વ્‍યક્‍તિગત સમસ્‍યાઓની રજૂઆત પ્રમુખશ્રી સમક્ષ કરી હતી. પ્રમુખશ્રીએ દરેકની સમસ્‍યાઓ ધ્‍યાનથી સાંભળી અને તેના ઉકેલની ખાતરી આપી હતી.
અધ્‍યક્ષ શ્રી વેંકટેશનએ સફાઈ કામદારોની સમસ્‍યાઓના નિરાકરણ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવતા પ્રયાસો અને ભવિષ્‍યમાં તેમનું જીવનધોરણ સુધારવા માટેના પગલાંની પ્રશંસા કરી હતી અને આશા વ્‍યક્‍ત કરી હતી કે સફાઈ કામદારોની કેટલીક સમસ્‍યાઓ બાકી છે, તે પણ આગામી દિવસોમાં પ્રશાસન દ્વારા જલ્‍દીથી નિરાકરણ કરવામાં આવશે.
શ્રી વેંકટેશને વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રશાસન દ્વારા અત્‍યાર સુધી સફાઈ કામદારો માટેકરેલા પ્રયાસો પ્રશંસનીય છે. ભારત સરકાર અને દીવ પ્રશાસન સફાઈ કામદારોના પ્રશ્નોના નિરાકરણ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

Related posts

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નવરાત્રીના શુભ અવસરે થનગનાટ ગરબા મહોત્‍સવનું થનારૂં આયોજન

vartmanpravah

વલસાડ વિભાગીય નિયામક અને પાંચ ડેપો મેનેજરની પ્રથમ વાર સામૂહિક બદલી

vartmanpravah

Leave a Comment