Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

  • દમણ જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રતિક ઉપરચૂંટાયેલ 8 મહિલા પૈકી 7 મહિલાઓ પ્રમુખ બનવા માટે મહત્‍વાકાંક્ષી

  • પ્રમુખ પદની નિયુક્‍તિમાં જો કચાશ રહી તો આવતા દિવસોમાં મોટો સ્‍ફોટ સર્જાવાની પણ ભીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આજે દમણના પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દમણ જિલ્લા પંચાયતના સભ્‍યોની મળેલી બેઠકમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો અધિકાર તમામ સભ્‍યોએ ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કર્યો હોવાની માહિતી સાંપડી છે.
આગામી 18મી મેના રોજ હવે પછીના અઢી વર્ષ માટે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પુરૂષ ઉમેદવાર અને ઉપ પ્રમુખ પદે મહિલા પ્રતિનિધિને નિયુક્‍ત કરવા માટે ખાસ સામાન્‍ય સભા મળી રહી છે. દમણ જિલ્લા પંચાયતના 16 સભ્‍યોના પ્રતિનિધિ મંડળમાં કુલ 9 મહિલા સભ્‍યો ચૂંટાયેલ છે. જે પૈકી 8 ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા છે.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલ 8 મહિલાઓ પૈકી લગભગ 7 જેટલી મહિલાઓ સ્‍વયં મહત્‍વાકાંક્ષી હોવાનું જાણવા મળે છે. તેથી પ્રમુખ અને ઉપ પ્રમુખ પસંદ કરવાનો નિર્ણય ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરાયો છે.
ભાજપ હાઈકમાન્‍ડ આગામી લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી કેવો નિર્ણય લે તેના ઉપર પણ તમામની નજર મંડાયેલી છે. પરંતુ નિર્ણય લેવામાં કોઈ નાની સરખી પણક્ષતિ રહી ગઈ તો આવતા દિવસોમાં મોટો સ્‍ફોટ સર્જાવાની શક્‍યતા પણ નકારાતી નથી.

Related posts

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

વાપી કેબીએસ ઍન્ડ નટરાજ કોલેજમાં વાર્ષિક દિનની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

vartmanpravah

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

વલસાડ પારનેરા પારડીમાં પરિવાર મામેરા વિધિમાં વ્‍યસ્‍ત હતો ત્‍યારે ચોર ઈસમ બંગલામાં ઘૂસી 40 તોલા સોનુ અને રોકડ ચોરી ગયો

vartmanpravah

Leave a Comment