January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના પ્રગતિશીલ યુવા ખેડૂતનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતના હસ્‍તે સન્‍માન કરાયું

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

Related posts

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

સમગ્ર સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવની મિશાલ બનેલા ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકતભાઈ મિઠાણી

vartmanpravah

Leave a Comment