October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી જિલ્લા ડિઝાસ્‍ટર અધ્‍યક્ષ અને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં મોન્‍સૂન-2023ની પૂર્વ તૈયારી માટે જિલ્લા સ્‍તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ દરેક વિભાગના અધિકારીઓને મોન્‍સૂન પહેલાંની તૈયારીના ભાગરૂપે ઝડપી ઉપાયોની યોજના બનાવવા અને કામગીરી કરવા નિર્દેશ આપ્‍યા હતા. જેમાં પ્રાકૃતિક જલ નિકાસી વ્‍યવસ્‍થા જેમ કે, નાળા, ઝરણાં, કોતરમાં નડતરરૂપ હોય એને દૂર કરવા, જળ જમાવને રોકવા અને ઓછું કરવા માટે સડકો સાથે સીવરેજ અને સંબંધિત નિકાસી, કૂવામાં કામ કરવા, ઉપરાંત દરેક આવશ્‍યક કાર્ય જેમ કે પુલ, કોઝ-વે, પુલીયા, રસ્‍તાઓની મરામ્‍મત પ્રાથમિકતાના આધાર પર કરવી જોઈએ અને મોન્‍સૂનના આગમન પહેલાં સમય પર પૂર્ણ કરવા સુનિヘતિ કરવા સંબંધિત વિભાગોને કાર્ય યોજના તૈયાર કરવા અને સંભવિત જળભરાવ વિસ્‍તારોમાં ભારે વરસાદ દરમ્‍યાન સંવેદનશીલ સ્‍થાનો, ઝાડ પડવાની ઘટનાઓ,વીજળીની આપૂર્તિ લાઈનો તૂટવી વગેરે ઉદ્‌ભવતી સમસ્‍યાઓના નિરાકરણ અને વાહન વ્‍યવહારને આસાન બનાવવા જેવા દરેક કાર્યને સુવ્‍યવસ્‍થિત કરવા કલેક્‍ટરશ્રીએ નિર્દેશ આપ્‍યા હતા.
કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ દાનહ જિ.પં.ના તમામ વિભાગોને મોન્‍સૂન દરમ્‍યાન ઉદ્‌ભવતી સમસ્‍યાઓ અને મુદ્દાને પહોંચી વળવા વિતેલા વર્ષની શીખ લેવાની સલાહ આપી હતી. પૂર જેવી સ્‍થિતિ દરમ્‍યાન સમય પર અને પ્રભાવી પ્રતિક્રિયાઓ માટે દળ બનાવવા માટે સૂચન કર્યું હતું.
બેઠકમાં ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર, ડિઝાસ્‍ટર વિભાગના અધિકારી, વન વિભાગ, સેલવાસ પાલિકા, જિલ્લા પંચાયત, પીડબ્‍લ્‍યુડી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીની વિજય મર્ચન્‍ટ ટ્રોફી ટુર્નામેન્‍ટમાં પસંદગી

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

Leave a Comment