April 30, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

દમણ-દીવ બેઠક ઉપર ભાજપના પ્રતિક ઉપર ચૂંટાનારા પ્રથમ સાંસદ બનવાનું બહુમાન દેવજીભાઈ ટંડેલના ફાળે જાય છે
======
દમણ-દીવના ઈતિહાસમાં અત્‍યાર સુધીની તમામ ચૂંટણી કરતા 1991ની લોકસભા ચૂંટણી ખુબ જ રોમાંચક અને રસપ્રદ રહી હતી
=====
લોકસભાની ચૂંટણી ટાંકણે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્‍યા થવા છતાં દમણ-દીવ બેઠકમાં કોંગ્રેસ પ્રત્‍યે કોઈ સહાનુભૂતિની લહેર પેદા નહીં થઈ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : 1989માં જનતા દળની મોરચા સરકાર અસ્‍તિત્‍વમાં આવી હતી અને તેનું પતન થતાં 1991માં મધ્‍યવર્તી ચૂંટણી યોજાઈ હતી. લોકસભાની દમણ અને દીવ બેઠક માટે પહેલી વખત 1991માં ભારતીય જનતા પાર્ટીનો પાયો નંખાયો હતો અને ભાજપના ઉમેદવાર તરીકે શ્રી દેવજીભાઈ ટંડેલનો ભવ્‍ય વિજય થયો હતો.
લોકસભાની 1991ની ચૂંટણીમાં દમણ અને દીવ બેઠકનો ચૂંટણી જંગ ખુબ જ રસપ્રદ અને રોમાંચક બન્‍યો હતો. લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 23મી મે, 1991ના રોજ હતી. તેવામાં 21મી મે, 1991ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્‍યા થતાંચૂંટણીની તારીખ પાછળ ઠેલાઈ હતી. છતાં દમણ-દીવ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્‍યાના પગલે પેદા થયેલી સહાનુભૂતિની કોઈ અસર દેખાઈ નહીં હતી અને તે સમયના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પ્રેમાભાઈ સોમાભાઈ પ્રભાકર ત્રીજા સ્‍થાને રહ્યા હતા.
પહેલી વખત કુલ 12 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ભાજપ તરફથી શ્રી દેવજીભાઈ ટંડેલ, કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી પ્રેમાભાઈ સોમાભાઈ પ્રભાકર, જનતા દળના ઉમેદવાર તરીકે ફરી એકવાર શ્રીમતી રાણી જેઠમલાણીએ પોતાનું નશીબ અજમાવ્‍યું હતું. પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ પણ પોતાની અપક્ષ દાવેદારી નોંધાવી હતી. દમણ-દીવના ઇતિહાસમાં પહેલી વખત દમણમાં ઔદ્યોગિક સામ્રાજ્‍ય ઉભું કરનારા શ્રી અસલમ ખાને પણ પોતાની અપક્ષ દાવેદારી નોંધાવી હતી. શ્રી અસલમ ખાનની તરફેણમાં દમણના લગભગ તે સમયના તમામ સરપંચો, શ્રી ડાહ્યાભાઈ પટેલ સહિત ખેડૂત સમાજના આગેવાનો દેખાતા હતા. પરંતુ ચૂંટણીના પરિણામમાં ભાજપના શ્રી દેવજીભાઈ ટંડેલને 12,095 મત મળ્‍યા હતા, જ્‍યારે બીજા નંબરે આવેલા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલને 9,808 મત મળ્‍યા હતા. ત્રીજા નંબરે કોંગ્રેસના પ્રેમાભાઈ સોમાભાઈ પ્રભાકર 8,623 મત સાથે રહ્યા હતા અને અપક્ષ શ્રી અસલમ ખાનને 5985 મતથી સંતોષ માનવા પડયો હતો અનેજનતા દળના શ્રીમતી રાણી જેઠમલાણીને માત્ર 1036 મત મળ્‍યા હતા.
દમણ અને દીવમાં કલેક્‍ટર તરીકે ફરજ બજાવી ગયેલા શ્રી એમ.એસ.ખાને પણ આ ચૂંટણીમાં પોતાનું નશીબ અજમાવ્‍યું હતું. પરંતુ કલેક્‍ટર તરીકે શ્રી એમ.એસ.ખાને જેમને ફાયદો પહોંચાડયો હતો તેવા મિત્રો પણ તેમની સાથે નહીં રહ્યા હતા. તેથી તેમને માત્ર 88 મત મળતાં ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી.

Related posts

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

Leave a Comment