Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

  • દમણ જિ.પં. અને ન.પા.ના ઈતિહાસમાં અત્‍યાર સુધી આદિવાસી સમુદાયનો એક પણ સભ્‍ય પ્રમુખ કે ઉપ પ્રમુખ બની શક્‍યો નથી

  • દમણ જિલ્લામાં પરપ્રાંતિય સાથે લગભગ 25 હજાર કરતા વધુની આદિવાસી સમુદાયની વસતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: દમણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ તથા ઉપ પ્રમુખના પદ ઉપર આદિવાસી સમુદાયના પ્રતિનિધિને તક આપવા દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલને રજૂઆત કરી છે અને દરમિયાનગીરી કરવા માટે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, અનુ.જનજાતિ ભાજપ પ્રદેશ મોર્ચા અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ કડુ, દાનહ અને દમણ-દીવના ભાજપ એસ.ટી. મોરચા પ્રભારી શ્રી રમેશભાઈ તાવડકરને પણ વિનંતી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયત તથા એશિયા ખંડની સૌથી જૂની દમણ નગરપાલિકાના ઇતિહાસમાં હજુ સુધી આદિવાસી સમુદાયના પ્રમુખ કે ઉપ પ્રમુખની નિયુક્‍તિ કરાઈ નથી.
દમણ જિલ્લામાં લગભગ 17 હજાર કરતા વધુ અનુ.જનજાતિનીવસતી છે અને તેમાં જો બિહાર, ઝારખંડ, છત્તિસગઢ, ગુજરાત, મહારાષ્‍ટ્ર વગેરે વિસ્‍તારના અને દમણના રહેવાસી બનેલા આદિવાસીઓની ગણતરી કરવામાં આવે તો કુલ વસતી લગભગ 27થી 30 હજાર કરતા વધુ થવા જાય છે.
અત્રે યાદ રહે કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભારતીય જનતા પક્ષે દેશની આઝાદી બાદ પ્રથમ વખત ભારતના સર્વોચ્‍ચ પદ ઉપર એક સુશિક્ષિત ગ્રામીણ આદિવાસી મહિલાની નિયુક્‍તિ કરી દેશના બંધારણ નિર્માતા ભારત રત્‍ન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું સ્‍વપ્‍ન સાકાર કર્યું છે. દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે એક અનુ.જાતિની મહિલાની પસંદગી કરી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને એક નવી રાહ બતાવી છે. ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીર્ઘદૃષ્‍ટા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સ્‍વપ્‍નને સાર્થક કરવા પ્રદેશ ભાજપ હાઈકમાન્‍ડ દમણ જિ.પં. અને દમણ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખ પૈકી કોઈ એક બેઠક ઉપર પણ આદિવાસી સમુદાયને તક આપે એવી માંગણી શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજે કરી છે.

Related posts

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વહેલી સવારે પારડી ચંદ્રપુર હાઈવે પર ડમ્‍પર અને કન્‍ટેઈનર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ કન્‍ટેઈનર ચાલકનું મોત

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

ખાનવેલના ખુટલી ગામ સ્‍થિત ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિ. કંપનીના કર્મચારીઓની પગાર અને એરીયર્સ સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

Leave a Comment