October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડી શહેરમાં દમણીઝાંપા ખાતે આવેલી વિપુલ પાર્કમાં રહેતો દેસાઈ પરિવાર સવારે ઘર બંધ કરી વતનના ઘરે જતાં તસ્‍કરોએ તેમના ઘરને નિશાન બનાવ્‍યું હતું અને તાળું તોડી કબાટમાં રાખેલા અંદાજે 10 તોલાના દાગીના ચોરી તસ્‍કરો પલાયન થયા છે.
કિલ્લા પારડી ખાતે દમણીઝાંપા ખાતે આવેલા વિપુલ પાર્કમાં એ વિંગમાં ફલેટ નંબર 303 માં રહેતા અશોકભાઈ છગનભાઈ દેસાઇ પોતાના વતન સોનવાડા ખાતે બોલપેનજોબનું કામ ચાલતું હોય જેવો ફલેટ બંધ કરી ગત રવિવારના સવારે પરિવાર સાથે વતન ગયા હતા. અને આ દરમિયાન તસ્‍કરોએ તેમના ફલેટને નિશાન બનાવ્‍યું હતું અને દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રાખેલો કબાટના તિજોરીનું લોક તોડી જેમાં મૂકેલા 4 તોલાનું સોનાનું મંગળસૂત્ર રૂા.75000/-, અઢી તોલાની બે બંગડી રૂા.45000/-, જેન્‍સ અને લેડીઝ વીંટી નંગ 5 અંદાજે 2 તોલા કિંમત રૂા.30000/- એક ચેન 1 તોલાની કિંમત રૂા.20000-/ મળી અંદાજે કુલ રૂા.1.90.000/-ના મત્તાના દાગીના ચોરી તસ્‍કરો ફરાર થઈ ગયા હતા જેવા મોડી રાતે દસેક વાગ્‍યે આવી ફલેટ ખુલ્લુ જોતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાબતની જાણ થતાં પારડી પી.આઈ બી.જે.સરવૈયા ઘટના સ્‍થળે તેમની ટીમ સાથે દોડી આવ્‍યા હતા અને ચોરનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

Related posts

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

રોકાણ કરેલા નાણાંના ઉઘરાણીના તણાવમાં ઓરવાડના આધેડે ફાંસો ખાધોᅠ

vartmanpravah

સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment