January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં મતદાર જાગૃતિ માટે દમણમાં ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર દ્વારા માસ્‍કોટ અને રાષ્ટ્રગીતનું કરાયેલું અનાવરણ

નગરપાલિકાના ચીફ ઓફિસર અને ‘સ્‍વીપ’ પ્રવૃતિ માટેના નોડલ ઓફિસર ડૉ. સંજામ સિંઘે ‘સ્‍વીપ’ ટી-શર્ટ, બેઝ અને કેપનું પણ કરેલું અનાવરણ

સંઘપ્રદેશના 18 વર્ષની વયના મતદારો મતદાનના દિવસે પોતાનો મત આપે તેમજ લોકો મતદાન અંગે જાગૃત રહે અને ગત ચૂંટણીઓ કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તે માટે પ્રશાસન દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છેઃ ન.પા. ચીફ ઓફિસર અને ‘સ્‍વીપ’ પ્રવૃતિ નોડલ ઓફિસર ડૉ. સંજામ સિંઘ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.10 : સમગ્ર દેશ સહિત કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભાની ચૂંટણી-2024ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. વિવિધ પક્ષોએ પોતપોતાના એજન્‍ડા પ્રમાણે ચૂંટણી પ્રચારનો પણ આરંભ કરી દીધો છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ સમિતિઓ અને મોનિટરિંગ ટીમોની રચના સહિત અનેક તાલીમ કાર્યક્રમો પણ શરૂ થયા છે.
દમણમાં આગામી લોકસભાની ચૂંટણી માટે આજે સાંજે 4.30 કલાકે જિલ્લા કલેક્‍ટર કચેરીના સભાખંડમાં ‘સ્‍વીપ’ પ્‍લાનનો કાર્યક્રમયોજાયો હતો. જેમાં દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્‍વીપ પ્રવૃત્તિના નોડલ ઓફિસર ડૉ. સંજામ સિંઘના હસ્‍તે માસ્‍કોટનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. આ ક્રમમાં, દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર, ડૉ. સંજામ સિંઘે આજે એક ઐતિહાસિક પગલું ભર્યું હતું અને લોકશાહીમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશની ભાગીદારીને પ્રોત્‍સાહન આપવા ‘સ્‍વીપ’ પહેલ હેઠળ માસ્‍કોટ, રાષ્ટ્રગીત તેમજ ટી-શર્ટ, બેઝ અને કેપ્‍સનું પણ અનાવરણ કર્યું હતું.
‘સ્‍વીપ’ પહેલના અનાવરણ સમયે બોલતા, દમણ ન.પા.ના ચીફ ઓફિસર અને ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર ડૉ. સંજામ સિંઘે જણાવ્‍યું હતું કે, ‘સ્‍વીપ’ પહેલ સાથે, અમે લોકશાહીમાં સહભાગિતાને પ્રોત્‍સાહન આપવા માટે વધુ એક પગલું ભરી રહ્યા છીએ. આ માસ્‍કોટ, રાષ્ટ્રગીત, ટીશર્ટ, બેઝ અને કેપ્‍સ અમને યુવાનો અને નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સશક્‍તિકરણ અને સંવેદનશીલ રીતે જોડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે આ અભિયાન અંતર્ગત પ્રદેશના શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોમાં જઈને લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે જ તેનો ઉપયોગ લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે પણ કરવામાં આવશે.
આ પ્રસંગે દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર ડૉ. સંજામસિંઘે જણાવ્‍યું હતું કે હવે યોજાનારી ચૂંટણી માટે માસ્‍કોટનું અનાવરણ કરવામાં આવ્‍યું છે. સંઘપ્રદેશ વહીવટીતંત્ર એ સુનિヘતિ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે 18 વર્ષની વયના મતદારો મતદાનના દિવસે પોતાનો મત આપે અને આ વખતે મતદાનની ટકાવારી ગત વખતની સરખામણીએ વધે. તેથી જ લોકો મતદાન અંગે જાગૃત રહે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે લ્‍ષ્‍ચ્‍ચ્‍ભ્‍‘સ્‍વીપ’ પહેલનો ઉદ્દેશ છે કે, આ પહેલ હેઠળ વિવિધ કાર્યક્રમો અને નાગરિક સંસ્‍થાઓ દ્વારા લોકશાહીમાં સહભાગિતાને પ્રોત્‍સાહન આપવાનો અને નવા મતદારોને વધુને વધુ મતદાન કરવા માટે જાગૃત કરવાનો છે.

Related posts

વાપી સ્‍ટાર્ટઅપ સમુદાય દ્વારા વુમન એચીવર્સ એવોર્ડ કાર્યક્રમ યોજાયો: જુદા જુદા ક્ષેત્રની સફળ 8 મહિલાઓને સન્‍માનિત કરાઈ

vartmanpravah

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

Leave a Comment