October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

આજથી શરૂ થનારી રિસર્ચ એન્‍ડ ઈનોવેશન ઈનિસિએટિવ ગેધરિંગ જૂથની બેઠકમાં ભાગ લેવા 19 દેશના પ્રતિનિધિઓ, સહ કર્મીઓ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત ભારતના ઉચ્‍ચ અધિકારીઓ દીવ પહોંચ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: G-20 શિખર સંમેલન અંતર્ગત ગુરૂવારથી શરૂ થનારી રિસર્ચ એન્‍ડ ઈનોવેશન ઈનિશિયેટિવ ગેધરિંગ (RIIG) જૂથની બેઠકમાં ભાગ લેવા માટે G-20પ્રતિનિધિમંડળનું આગમન બુધવારથી શરૂ થયું હતું.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ હેઠળ G-20 સમિટના તમામ સભ્‍યોનું દીવ એરપોર્ટ પર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. 18 અને 19મે સુધી યોજાનારી બેઠકોમાં હાજરી આપવા માટે 19 દેશના પ્રતિનિધિઓ, સહ કર્મીઓ તથા ભારતના ઉચ્‍ચ અધિકારીઓ બુધવારે સાંજ સુધીમાં દીવ પહોંચી ગયા હતા.
દીવ ખાતે એરપોર્ટ પર દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પરંપરાગત અને સાંસ્‍કળતિક નૃત્‍ય, પ્રાચીન સાંસ્‍કૃતિક પ્રથા મુજબ તિલક, હાર પહેરાવી સાલ ઓઢાડી પ્રતિનિધિમંડળનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વિદેશી મહેમાનો તેમના ઉષ્‍માભર્યા સ્‍વાગતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સભાને લઈને શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

દાનહ રેડક્રોસ શાળાના દિવ્‍યાંગ બાળકોએ દિવાળી પર્વ નિમિતે સુશોભનની વસ્‍તુઓનું જાતે નિર્માણ કરી તેના વેચાણ માટે સેલવાસ કલેક્‍ટર કચેરી પ્રાંગણમાં શરૂ કરેલો સ્‍ટોલ

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

Leave a Comment