October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહ અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)

દમણ, તા.17: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત 18મી મેના રોજ પૂર્ણ થઈ રહી છે. જેના અનુસંધાનમાં આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા માટેદાદરા નગર હવેલી જિલ્લા માટે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, દમણ જિલ્લા માટે જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને દીવમાં જિલ્લા કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્માને પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. આ અધિકારીઓની અધ્‍યક્ષતામાં 18મી મે, ગુરૂવારના રોજ બપોરે 3 કલાકે  ત્રણેય જિલ્લામાં બેઠક યોજાશે.

ઉપરોક્‍ત નિયુક્‍ત પ્રિસાઈડિંગ ઓફિસરો દાદરા નગર હવેલી અને દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે નિયત ફોર્મમાં ચૂંટણી માટે નોટિસો જારી કરશે.

Related posts

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

Leave a Comment