આજથી શરૂ થનારી રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈનિસિએટિવ ગેધરિંગ જૂથની બેઠકમાં ભાગ લેવા 19 દેશના પ્રતિનિધિઓ, સહ કર્મીઓ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત ભારતના ઉચ્ચ અધિકારીઓ દીવ પહોંચ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17: G-20 શિખર સંમેલન અંતર્ગત ગુરૂવારથી શરૂ થનારી રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈનિશિયેટિવ ગેધરિંગ (RIIG) જૂથની બેઠકમાં ભાગ લેવા માટે G-20પ્રતિનિધિમંડળનું આગમન બુધવારથી શરૂ થયું હતું.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ G-20 સમિટના તમામ સભ્યોનું દીવ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 18 અને 19મે સુધી યોજાનારી બેઠકોમાં હાજરી આપવા માટે 19 દેશના પ્રતિનિધિઓ, સહ કર્મીઓ તથા ભારતના ઉચ્ચ અધિકારીઓ બુધવારે સાંજ સુધીમાં દીવ પહોંચી ગયા હતા.
દીવ ખાતે એરપોર્ટ પર દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પરંપરાગત અને સાંસ્કળતિક નૃત્ય, પ્રાચીન સાંસ્કૃતિક પ્રથા મુજબ તિલક, હાર પહેરાવી સાલ ઓઢાડી પ્રતિનિધિમંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશી મહેમાનો તેમના ઉષ્માભર્યા સ્વાગતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સભાને લઈને શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.