April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સેલવાસમાં મેડિકલ કોલેજની છોકરીઓ માટેની હોસ્‍ટેલ નજીક સ્‍ટેડીયમમાં સાંજથી લઈ મોડી રાત્રિ સુધી ઘોંઘાટ કરાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. તેથી સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચા દ્વારા ઘોંઘાટને બંધ કરાવવા દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ખાતે મેડિકલ કોલેજ આવેલ છે. જેમાં અભ્‍યાસ કરનારી છોકરીઓ માટેની હોસ્‍ટેલ સેલવાસના સ્‍ટેડિયમ નજીક આવેલ છે. ગર્લ્‍સ હોસ્‍ટેલની નજીક આવેલ સ્‍ટેડિયમમાં સાંજના સમયથી લઈ મોડી રાત્રીના સમય સુધી જોર જોરથી ઘોંઘાટ થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ઘોંઘાટના કારણે હોસ્‍ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચવા, ઉંઘવા કે અન્‍ય કોઈ કાર્યક્રમમાં ઘણી તકલીફો પડે છે. તેથી ઘોંઘાટ બંધ કરાવવા સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચા દ્વારા જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચા દ્વારા કલેક્‍ટરશ્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, સેલવાસશહેરની વચ્‍ચોવચ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ આવેલ છે અને સ્‍ટેડિયમના એક છેડે નમો મેડીકલ કોલેજમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓને રહેવા માટેની હોસ્‍ટેલ આવેલી છે. સ્‍ટેડિયમ પર દિવસભરથી લઈ રાત્રિના સમયે કોઈને કોઈ મેચ રમાડવામાં આવે છે કે કોઈ અન્‍ય કાર્યક્રમો યોજાતા હોય છે. સ્‍ટેડિયમમાં રમાડાતી મેચ દરમ્‍યાન લોકોની ભારે ભીડ પણ રહે છે અને જોર જોરથી ડીજે પણ વગાડવામાં આવે છે. જેના કારણે હોસ્‍ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભણતરમાં ઘણી ખલેલ પડી રહી છે. જેથી સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાના જિલ્લા મંત્રીશ્રી દ્વારા કલેક્‍ટરશ્રીને અનુરોધ કરાયો છે કે રાતના સમયે ઘોંઘાટ સાથે કાર્યક્રમો કે ટૂર્નામેન્‍ટો રમાડવામાં આવે છે એને તાત્‍કાલિક બંધ કરાવવામાં આવે.

Related posts

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

Leave a Comment