Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

  • પ્રદેશ માટે કામ કરનારા પ્રશાસક હોવાથી લોકોની આશા-આકાંક્ષાઓમાં પણ થઈ રહેલો વધારો
  • દાનહ અને દમણ-દીવનું બીસીસીઆઈ સાથે એફિલીએશન માત્ર અને માત્ર પ્રફુલભાઈ પટેલ જ કરાવી શકશે એવો પ્રદેશના હજારો યુવાન ક્રિકેટ રસિકોમાં બુલંદબનેલો વિશ્વાસ

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના સાત વર્ષ પૂર્ણ થવા સાથે હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની આશા અને આકાંક્ષાઓ પણ વધવા પામી છે. કારણ કે, તેમણે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે પૂર્ણ કર્યું હોવાથી લોકોની આશા-અપેક્ષા વધવી સ્‍વાભાવિક છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે કાર્યભાર સંભાળ્‍યો તે પહેલાં કેવી સ્‍થિતિ હતી અને આજે કેવી છે? તેનો અભ્‍યાસ કરતા સ્‍પષ્‍ટ બને છે કે, પ્રદેશે અકલ્‍પનિય વિકાસ કર્યો છે. વિદેશમાં રહેતા પ્રદેશવાસીઓ પાંચ-સાત વર્ષ બાદ જેઓ આવ્‍યા છે તેઓ બદલાયેલા દમણ-દીવ અને દાદરા નગર હવેલીની રોનક જોઈને આヘર્યચકિત થઈ ગયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની લગભગ તમામ આશાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ થઈ છે. હવે યુવાનો માટે પણ નવી આશા જાગી છે. દાનહના સાયલી ખાતે વર્લ્‍ડ ક્‍લાસ ક્રિકેટ સ્‍ટેડિયમના નિર્માણ સાથે આવતા દિવસોમાં પ્રદેશમાં નેશનલ અને ઈન્‍ટરનેશનલ સ્‍તરની ક્રિકેટ ટુર્નામેન્‍ટ પણ રમાવાની શક્‍યતા જોવાઈ રહી છે. તેની સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટના યુવાન ખેલાડીઓ ગુજરાત રાજ્‍યની રણજી ટ્રોફી સહિતની પ્રથમ દરજ્‍જાની ટુર્નામેન્‍ટોમાં સામેલથઈ રહ્યા છે. તેની સાથે સાથે હવે પ્રદેશને બીસીસીઆઈ સાથે એફિલીએશન મળે એ પ્રકારના પ્રયાસોને સફળ અંજામ માત્ર અને માત્ર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ જ અપાવી શકે એવો સૂર તમામ યુવાનોમાં પ્રગટ થઈ રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પહેલાં વર્ષથી માંડી સાતમા વર્ષ સુધી પ્રદેશને અનેક મોટી અણમોલ ભેટો આપી છે. સ્‍વચ્‍છતા અભિયાનથી લઈ ડિજિટલ પેમેન્‍ટ હોય કે પછી કોવિડ સામેની લડાઈ તમામમાં પ્રદેશે નેતૃત્‍વ પણ કર્યું છે. પ્રશાસકશ્રીના નેતૃત્‍વમાં શરૂ થયેલા હકારાત્‍મક અને સુશાસનની પ્રક્રિયાને પ્રશાસન સહિત પ્રદેશના તમામ નાગરિકોએ વધાવી લીધી છે. તેથી હવે લોકોની આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ પણ વધી રહી છે.

Related posts

વલસાડ હાઈવે ધાબા ઉપર પાર્ક કરેલી લક્‍ઝરી બસને કન્‍ટેનરે ટક્કર મારી : અકસ્‍માતમાં 12 ઉપરાંત ઘાયલ

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

દાનહઃ સાયલીમાં ટેમ્‍પો રિવર્સ લેતી વખતે યુવાન નીચે આવી જતાં ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment