Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા ઓરેન્‍જ એલર્ટ જાહેર કરાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: હવામાન વિભાગ દ્વારા તા.18 મે 2024ના રોજ ‘‘ઓરેન્‍જ એલર્ટ” જાહેર કરવામાં આવ્‍યું છે એટલે કે તાપમાન 43 ડિગ્રીથી 45 ડિગ્રીની વચ્‍ચે રહેવાની શકયતા છે તેમજ આગામી પાંચ દિવસ તા.22 મે 2024 સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
આ પરિસ્‍થિતિમાં વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જરૂર પડ્‍યે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્‍કળ પ્રમાણમાં પ્રવાહી પીવુ જોઈએ જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, બ્‍ય્‍લ્‍ અથવા અન્‍ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તીખુ ખાવાનું ટાળો તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો, ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો. બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્‍કાર્ફ સાથે રાખવું જોઈએ. લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં. કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્‍થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભાસ્ત્રીઓનું ખાસ ધ્‍યાન રાખવું. ‘‘વારંવાર પાણી પીશું, ગરમીથી બચીશું” આ સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડવા આરોગ્‍યશાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

હિટવેવને કારણે થતી શારીરિક અસરોના લક્ષણો
• ગરમીની અળાઈઓ
• ખુબ પરસેવો થવો અને અશક્‍તિ લાગવી.
• માથાનો દુઃખાવો, ચક્કર આવવા.
• ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી.
• સ્‍નાયુઓમાં દુઃખાવો અને અશક્‍તિ આવવી.
• ઉબકા અને ઉલ્‍ટી થવી.

Related posts

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે

vartmanpravah

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

Leave a Comment