April 19, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

  • ‘‘ભારતની સનાતન સભ્‍યતાને આજ દિન સુધી કોઈ મિટાવી શક્‍યું નથી અને ભવિષ્‍યમાં પણ કોઈ મિટાવી શકશે નહીં”: પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

  • ‘‘ભારતને વિશ્વ ગુરૂની કક્ષામાં લઈ જવાના કામનો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પુનઃ પ્રારંભ કર્યો છે”: પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મશાલ રીલે અને ચેસ ખેલાડીઓના સત્‍કાર માટે કરાયેલી વ્‍યવસ્‍થાની ઈન્‍ડિયા ચેસ ફેડરેશનના ઉપ પ્રમુખ ભાવેશભાઈ પટેલે કરેલી મુક્‍ત મને પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ગત 19મી જૂનના રોજ દિલ્‍હીના ઈન્‍દિરા ગાંધી સ્‍ટેડિયમથી ચેસ ઓલિમ્‍પિયાડના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્‍પિયાડની તર્જ ઉપર મશાલનું લોન્‍ચિંગ કર્યું હતું. જે દેશના વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ રહી છે. આ મશાલ તેની 75 શહેરોની યાત્રા દરમિયાન પ્રવાસન નગરી દમણ આવી હતી. દમણમાં પ્રવેશ્‍યા બાદ આ મશાલ રીલે દાભેલ ચેકપોસ્‍ટ, સોમનાથ, ડેલ્‍ટીન હોટલ, મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ, રાજીવ ગાંધી સેતૂ, મશાલ ચોક વગેરે વિવિધ માર્ગો થઈનેનાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આવી પહોંચી હતી. જ્‍યાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ટોર્ચ આપવામાં આવી હતી, જેમણે કાર્યક્રમના સમાપન બાદ ટોર્ચને ગ્રાન્‍ડ માસ્‍ટર શ્રી તેજશ બાકરને આગળ રવાના કરવા માટે સુપ્રત કરી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચેસ(શતરંજ)ના ભવ્‍ય ઈતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ચેસ રમતની શરૂઆત 1400 વર્ષ પહેલાં ભારતથી થઈ હતી. પરંતુ કેટલાક સ્‍થાપિત હિતોએ ભારતના ઈતિહાસની સાચી હકીકતો સામે નહીં આવે તેવા પ્રયાસો કર્યા હતા. જેના કારણે આપણે સાચા ઈતિહાસથી વંચિત રહ્યા છે. પરંતુ ભારતની સનાતન સભ્‍યતાને આજ દિન સુધી કોઈ મિટાવી શક્‍યું નથી અને ભવિષ્‍યમાં પણ કોઈ મિટાવી નહીં શકશે એવો આત્‍મવિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ભારતની ગણના વિશ્વ ગુરૂ તરીકે થતી હતી. ભારત શિક્ષણ અને આરોગ્‍યના ક્ષેત્રે સમસ્‍ત વિશ્વનું માર્ગદર્શક હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ભારતે જ વિશ્વને યોગની સમજણ આપી હતી અને આજે આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલા પ્રયાસનાકારણે વિશ્વભરમાં 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરી વિશ્વના સંખ્‍યાબંધ દેશો યોગ અભ્‍યાસ કરતા થયા છે અને ભારતને વિશ્વ ગુરૂની કક્ષામાં લઈ જવાના કામનો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પુનઃ પ્રારંભ કર્યો છે. 44મા ચેસ ઓલિમ્‍પિયાડના યજમાન બનવાની જવાબદારી સંભાળી ભારતે વિશ્વનું પણ ધ્‍યાન આકર્ષિત કર્યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વધુમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશે. તેમણે યુવાનોને પનારો ચડાવતા જણાવ્‍યું હતું કે, ઢિંચણ અને હાથની કોણીમાં ઉઝરડા પડે તો ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. રમતના મેદાનમાં યુવાનીના જોશમાં આવું થવું જ જોઈએ. તેમણે ઓલિમ્‍પિક રમતનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી પૂર્ણ થયેલા 24 ઓલિમ્‍પિક રમતોત્‍સવમાં ભારતને માત્ર 35 પદક મળ્‍યા હતા. જ્‍યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશના રમતવીરોને પ્રોત્‍સાહન આપવાની અમલ કરેલી નીતિ બાદ 2020ના ઓલિમ્‍પિકમાં ભારતને 7 પદકો મળ્‍યા હતા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં શિક્ષણની સાથે સાથે રમત ગમતને પણ પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે સંઘપ્રદેશમાં શરૂ કરાયેલા વિવિધઅભ્‍યાસક્રમોની યાદી આપતા જણાવ્‍યું હતું કે, રમત ગમત ક્ષેત્રે પણ ઈન્‍ટરનેશનલ કક્ષાના ગ્રાઉન્‍ડથી લઈ તમામ સુવિધા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહી છે.
પ્રારંભમાં એન.એસ.એસ. અને બાલ ભવનના કલાકારો દ્વારા સુંદર પ્રસ્‍તુતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈન્‍ડિયા ચેસ ફેડરેશનના ઉપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલે સ્‍વાગત વક્‍તવ્‍ય આપ્‍યું હતું જેમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મશાલ રીલે અને ચેસના ખેલાડીઓના સત્‍કાર માટે કરાયેલી વ્‍યવસ્‍થાની મુક્‍ત મને પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘ, પ્રશાસકશ્રીના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, પ્રશાસકશ્રીના ભાવિ સલાહકાર શ્રી વિકાસ આનંદ, અધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, કાઉન્‍સિલરો સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ, રમતવીરો અને યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડજિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થયેલ જમીનનું યોગ્‍ય વળતર મળે તેવી દિલ્‍હીમાં રજૂઆત

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

બેંક અને એટીએમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને દીવની બેંકોએ, બેંકો અને એટીએમ પર 24 કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા કલેક્‍ટર સલોની રાયનો આદેશ

vartmanpravah

વાપી નગર પાલિકાની સામાન્‍ય ચૂંટણી જાહેર : ર8 નવેમ્‍બરે મતદાન : 30 નવેમ્‍બરે મતગણતરી

vartmanpravah

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

Leave a Comment