Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

જી20 વિશે જાણકારી આપતું પ્રદર્શન યુવાનો અને વિદ્યાર્થીઓમાં બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવવા તેમજ જી20માં ભારતની યાત્રા અંગે લોકોને જાણકારી આપવા માટે દીવ ખાતે જી20 સચિવાલય દ્વારા એક માહિતીપ્રદ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. દીવમાં આવેલ એજ્‍યુકેશન હબ કેમ્‍પસ ખાતે આયોજિત આ પ્રદર્શન આવનાર 25 મે સુધી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્‍યું છે.
વર્ષ 2014 થી 2022 સુધીનાવિશ્વભરમાં આયોજિત થયેલ જી20 સમિટના કાર્યક્રમો અંગે સચોટ અને ટૂંકમાં માહિતી આપતું આ પ્રદર્શન તમામ જી20 સમિટમાં ભારતના યોગદાન અને મહત્‍વને લોકો સુધી પહોંચાડવામાં કારગત નીવડી રહ્યું છે. અગાઉના આ તમામ જી20 કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીજી દ્વારા વિશ્વને વૈશ્વિક સમસ્‍યાઓના નિરાકરણ અંગે અપાયેલ સૂચનો અને માર્ગદર્શનને ટાંકતું આ પ્રદર્શન ખાસ કરીને યુવાનો તેમજ વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે.
વર્તમાન સમયમાં ભારત જી20ની અધ્‍યક્ષતા કરી રહ્યું છે ત્‍યારે અત્‍યાર સુધીમાં દેશભરમાં આયોજિત થયેલ જી0 સમિટ અંગેના ટૂંકા ચિતાર સાથે પ્રદર્શનના મુલાકાતીઓને જી20 વિશે મહત્‍વની જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓ અને યુવાનોની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા જી20 વિશે જાણકારી આપતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્‍વનું છે કે, દીવ ખાતે આયોજિત આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ઘણું જ આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે. મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ જી20 અંગે જાણકારી સાથે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે.

Related posts

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્‍પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી

vartmanpravah

Leave a Comment