October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર અજાણ્‍યા વાહને મોપેડને ટક્કર મારતા સવાર માતા-પુત્રી પૈકી માતાનું મોત

માતા લાડીબેન નારણ પટેલ અને પૂત્રી સંગીતા પટેલ
ચીખલી વાંકલથી વાપી આવવા નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ હાઈવે ધરમપુર ચોકડી ઉપર આજે ગુરુવારે હીટ એન્‍ડ રનની ઘટના ઘટી હતી. ચીખલી વાંકલથી વાપી આવવા મોપેડ ઉપરનિકળેલ માતા-પૂત્રીને મોપેડને અજાણ્‍યા વાહને ટક્કર મારી દેતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં માતાનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું હતું.
હીટ એન્‍ડ રનની ઘટનાની વિગતો મુજબ ચીખલી વાંસદામાં રહેતા માતા લાડીબેન નારણભાઈ પટેલ ઉ.વ.70 અને તેમની પુત્રી સંગીતાબેન પ્રફુલભાઈ પટેલ પોતાની મોપેડ નં.જીજે 21 બીપી 2457માં સવાર થઈને કામ સારુ આજે વાપી આવવા નિકળ્‍યા હતા ત્‍યારે ધરમપુર ચોકડી થર્ડ ટ્રેક ઉપર મોપેડને અજાણ્‍યા વાહને ચક્કર મારતા માતા-પૂત્રી રોડ ઉપર ગંભીર હાલતમાં પકડાયા હતા. જેમાં માતા લાડીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેથી ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. પોલીસે લાશનો કબજો લઈને પી.એમ. માટે મોકલી આપેલ છે. જ્‍યારે પૂત્રી સંગીતાબેન સિવિલમાં સારવાર હેઠળ છે.

Related posts

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ડાયાબીટીસ મુક્‍ત ગુજરાત યોગ શિબિરનો પ્રારંભ થયો

vartmanpravah

દાનહના નરોલીની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્નની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : વિવિધ સ્‍કૂલોના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

Leave a Comment