Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલી કે.એલ.જે.ગ્રુપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ કંપનીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ અને રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા આયોજિત આ શિબિરમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ સ્‍વેચ્‍છીક રક્‍તદાન કર્યું હતુ. આ રક્‍તદાન કેમ્‍પમાં 177 યુનિટ રક્‍ત એકત્ર થયુ હતું. આ શિબિર દેશના વિવધ ક્ષેત્રોમાં સ્‍થિત કે.એલ.જે.કંપનીમાં આયોજિત કરવામા આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર કંપનીના ચેરમેન શ્રી કન્‍હૈયાલાલ જૈનના જન્‍મદિવસના અવસર પર છેલ્લા 11 વર્ષથી 2જી જાન્‍યુઆરીએ કંપનીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાંઆવે છે.આ શિબિરમાં કંપનીના વરિષ્ઠ અધિકારી શ્રી આર.પી.શર્મા, શ્રી આર.સી.ગુપ્તા તેમજ લાયન્‍સ ભરત તન્ના સહિત અન્‍ય સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર હતા.

Related posts

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

vartmanpravah

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

આગામી તા.27 સપ્‍ટેમ્‍બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

vartmanpravah

Leave a Comment