October 14, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

શિવકથાનું રસપાન પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. ભરતભાઈ વ્‍યાસ કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: આવતી કાલથી દાદરા નગર હવેલીના નરોલીમાં ગોહિલ ફળીયા ખાતે હિંગળાજ માઁ તેમજ ભગવાન ભોળાનાથની અસીમ કળપાથી તથા પિતૃ નારાયણ દેવતાઓના આશીર્વાદથી સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે શિવકથાનું દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.
અત્રે આયોજીત શ્રી શિવ કથાનો શુભારંભ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી ભરતભાઈ વ્‍યાસના પાવન હસ્‍તે કરાશે. કથાના શુભારંભ પહેલાં આવતી કાલે બપોરે 2:00 વાગ્‍યે મલ્લિકાર્જુન મહાદેવ મંદિરથી પોથી યાત્રા નીકળીને કથા સ્‍થળે પહોંચશે. સંગીતમય શિવકથાનું રસપાન બપોરે 3:00 વાગ્‍યાથી સાંજે 6:વાગ્‍યા સુધી કથા સ્‍થળ ગૌરી શંકર બંગલો ગોહિલ ફળિયા, નરોલી ખાતે વ્‍યાસપીઠઉપરથી પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી ભરતભાઈ વ્‍યાસ (ધરમપુરવાળા) તેમની ઓજસ્‍વી વાણીથી કરાવશે.
કથા દરમ્‍યાન શિવ પ્રાગટય, પાર્વતી પ્રાગટય, શિવ-પાર્વતી વિવાહ, ગણેશ પ્રાગટય/રામેશ્વર પૂજા તેમજ શ્રી હનુમાન પ્રાગટય તથા દ્વાદશ જ્‍યોર્તિલિંગની કથાનું આયોજન કરવામાં આવશે. શિવકથાના આયોજક ગ.સ્‍વ. પૂર્વીબા ગૌતમસિંહ ગોહિલ, નટવરસિંહ રામસિંહ ગોહિલ દ્વારા કથા શ્રવણનો લાભ લેવા ભાવિક ભક્‍તોને સહ પરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

vartmanpravah

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

Leave a Comment