Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્‍યક્ષસ્‍થાનને લઈ વાતાવરણ ગરમાયું

ડીડીઓ દ્વારા લાંચના ગુનામાં સંડોવાયેલ ઈન્‍ચાર્જ સરપંચને હોદ્દા પરથી દૂર કરાતા સ્‍થાનિકોની રજૂઆત બાદ વોર્ડ સભ્‍યના અધ્‍યક્ષસ્‍થાને ગ્રામસભા યોજાતા મામલો થાળે પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.05: ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતના ઈન્‍ચાર્જ સરપંચ સંજયભાઈ પટેલ થોડા સમય પૂર્વે એસીબીનાછટકામાં ઝડપાયા હતા. આ દરમિયાન સોમવારના રોજ ગ્રામસભા તેમના અધ્‍યક્ષ સ્‍થાને યોજવાની હોવાનું માલુમ પડતા સ્‍થાનિક આગેવાન અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા આ અંગે જિલ્લા વિકાસ અધિકારીનું ધ્‍યાન દોરી અને તેમને હોદ્દા પરથી દૂર કરવાની રજૂઆત કરી હતી. આ દરમિયાન ડીડીઓ દ્વારા સાદકપોરના ઈન્‍ચાર્જ સરપંચ સંજયભાઈ પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયેલ હોય તેઓ સબજેલ ખાતે જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં અટકાયતમાં રહેલ હોય અને નૈતિક અધઃપતન બદલ પ્રથમ દર્શનીય જવાબદાર જણાતા પંચાયત ધારાની જોગવાઈ મુજબ તેમને ઈન્‍ચાર્જ સરપંચ/ઉપ સરપંચના હોદ્દા પરથી તાત્‍કાલિક ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્‍યો હતો.
આ દરમિયાન સોમવારના રોજ તેમને હોદ્દા પરથી દૂર કરાયેલ હોય ગ્રામ સભામાં અધ્‍યક્ષ પદને લઈને સ્‍થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરાતા વાતાવરણ ગરમાયું હતું અને બાદમાં વોર્ડ સભ્‍ય શ્રી સુભાષભાઈના અધ્‍યક્ષ સ્‍થાને ગ્રામસભા યોજાતા મામલો થાળે પડ્‍યો હતો. સાધકોની ગ્રામસભા એક સમયે મુલતવી રાખવાની માંગ કરાઈ હતી. પરંતુ તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા ઉપલા અધિકારીઓના માર્ગદર્શન બાદ વોર્ડ સભ્‍યોના અધ્‍યક્ષ સ્‍થાને ગ્રામસભા યોજવાનો નિર્ણય કરાતા વિવાદનોસુખદ અંત આવ્‍યો હતો. ખૂંધ ગામે પોલીસ બંદોબસ્‍ત સાથે ગ્રામસભા યોજાઇ હતી.

Related posts

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

ચીખલી હાઈવેની બંને બાજુ પાણીના નિકાલ માટે બનાવેલ ગટરોએ ભ્રષ્‍ટાચારની પોલ ખોલી

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

Leave a Comment