April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

  • જિલ્લામાં શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી હિલ જયંતિભાઈ પટેલ 87.47 ટકા સાથે પ્રથમ જ્‍યારે બીજા અને ત્રીજા ક્રમે કન્‍યાઓએ મારેલી બાજી

  • દમણ જિલ્લાની સરકારી શાળાઓમાં 92.45 ટકા પરિણામ સાથે કચીગામ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ પ્રથમ

    હિલ જયંતિભાઈ પટેલે અંગ્રેજી માધ્‍યમ વાણિજ્‍ય શાખા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ના સામાન્‍ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણનું 71.18 અને દીવનું 65.48 ટકા પરિણામ રહેવા પામ્‍યું હતું. ગયા વર્ષે દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા પરિણામની સામે આ વર્ષનું પરિણામ નબળુ દેખાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લામાં પ્રથમ ત્રણ ટોપરમાં બીજા અને ત્રીજા ક્રમે કન્‍યાઓએ બાજી મારી છે. જ્‍યારે પ્રમથ ક્રમે શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી હિલ જયંતિભાઈ પટેલે અંગ્રેજી માધ્‍યમ વાણિજ્‍ય શાખામાં કુલ 750 ગુણાંકમાંથી 656 માર્ક્‍સ સાથે 87.47 ટકા, દ્વિતીય સ્‍થાને શ્રી સ્‍વામી નારાયણવિદ્યાલયની કુ. નેહા લાલકાંત ઝાએ અંગ્રેજી માધ્‍યમ વાણિજ્‍ય શાખામાં 700માંથી 608 ગુણ સાથે 86.68 ટકા અને ભીમપોર સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની કુ. ફાલ્‍ગુની સુભાષ પટેલે ગુજરાતી માધ્‍યમમાં વાણિજ્‍ય શાખામાં 700માંથી 602 ગુણ મેળવી 86 ટકા સાથે જિલ્લામાં ત્રીજું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. કુ. ફાલ્‍ગુની સુભાષ પટેલ સરકારી શાળા અને ગુજરાતી માધ્‍યમની શાળાઓમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ રહ્યા છે.
આજે ધોરણ 12 સામાન્‍ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં દમણ જિલ્લાની સરકારી શાળાઓમાં કચીગામ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ 92.45 ટકા પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ રહી છે. જ્‍યારે દાભેલની સરકારી શાળા 58.23 ટકા સાથે છેલ્લા સ્‍થાને રહેવા પામી છે.
દમણ જિલ્લાની સરકારી શાળાઓમાં મોટી દમણ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આર્ટ્‍સ વિભાગના 80.56 ટકા, કોમર્સમાં 90.48 ટકા સાથે કુલ પરિણામ 84.21 ટકા રહ્યું છે. દાભેલમાં આર્ટ્‍સ વિભાગમાં 40.82 ટકા, કોમર્સમાં 86.67 ટકા સાથે કુલ પરિણામ 58.23 ટકા, કચીગામ આર્ટ્‍સ વિભાગમાં 90.48 અને વાણિજ્‍ય વિભાગમાં 100 ટકા સાથે 92.45 ટકા, ઝરી આર્ટ્‍સ વિભાગમાં 68.29 અને કોમર્સમાં 82.35 ટકા સાથે 72.21 ટકા, ભીમપોર આર્ટ્‍સ વિભાગમાં 72.08 અને વાણિજ્‍યમાં 92.11 ટકા સાથે 81.11 ટકા, ભીમપોરઆર્ટ્‍સ વિભાગમાં 73.08 ટકા અને વાણિજ્‍ય વિભાગમાં 92.11 સાથે કુલ પરિણામ 81.11 સાથે અને દમણવાડાનું આર્ટ્‍સ વિભાગમાં 71.43 અને કોમર્સમાં 55.56 ટકા સાથે કુલ પરિણામ 58.82 ટકા રહેવા પામ્‍યું હતું.
ગ્રાન્‍ટ ઈન એઈડ સ્‍કૂલોમાં સાર્વજનિક વિદ્યાલય દમણનું આર્ટ્‍સ વિભાગમાં 65.91 અને કોમર્સ વિભાગ અંગ્રેજી માધ્‍યમમાં 67.24 ટકા અને ગુજરાતી માધ્‍યમમાં 44.74 ટકા સાથે કુલ પરિણામ 62.63 ટકા રહ્યું છે.
ખાનગી શાળાઓમાં શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલનું કુલ પરિણામ 76.67 ટકા, દિવ્‍ય જ્‍યોતિ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ 47.06 ટકા, શ્રીનાથજી 66.67 ટકા અને શ્રી સ્‍વામી નારાયણ વિદ્યાલયનું 90.32 ટકા પરિણામ રહ્યું છે.

Related posts

વાપી જીઆઈડીસી પોલીસમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી 31 વર્ષે ઝડપાયો

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલીમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓના 6 દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

Leave a Comment