(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.17: હાલ સ્કૂલોમાં સ્પોર્ટ્સ-ડે ચાલી રહેલ છે, જે અંતર્ગત વિદ્યાધામ વિદ્યાલયમાં તારીખ 16 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર એમ 3 દિવસ સ્પોટર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે.વિદ્યાધામમાં સ્પોર્ટ્સ ડે નું ઉદ્ધઘાટન તારીખ 16 ડિસેમ્બરને સોમવારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર્શ તિવારી તેમજ સલીમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ-ડેના ઉદ્ઘાટનમાં શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ, વાલીમિત્રો તેમજ પ્રમુખ પ્રદીપ પાંડે હાજર રહ્યાં હતાં. સ્પોર્ટ્સ ડે માં દોડ, લંગડી, પોટેટો રેસ, લીંબુ ચમચી, બુક બેલેન્સ, લાંબી કુદ, ખો-ખો, કબડ્ડી જેવી વિવિધ રમતો રમાડવામાં આવશે. શાળામાં ભણી ચુકેલ આદર્શ તિવારીએ જીવનમાં આગળ વધવા મોટીવેશનલ વક્તવ્ય આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રમુખ શ્રી પ્રદીપ પાંડેએ હાર જીતની ચિંતા કર્યા વગર પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવી સૌ કોઈનો આભાર માન્યો હતો.
