(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપીના રહેવાસી તથા ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં કોમર્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઈ દિક્ષિતએ ‘‘” શીર્ષક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયતકરી છે. આ સંશોધનકાર્ય તેમણે ગવર્મેન્ટ કોલેજ દમણ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો.એસ. બાલાસુબ્રમનિયમના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ છે. જે બદલ કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે, તથા ટ્રસ્ટીગણે અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.