July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

છેલ્લા દશ દિવસથી વાપી, ડુંગરા, કરવડ વિસ્‍તારમાં ભંગારના ગોડાઉનોમાં ઉપરા-ઉપર આગ લાગી હતી : જાહેર સલામતિ સામે સંકટ ઉભુ થયું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી વિસ્‍તારમાં ખાસ કરીને ડુંગરી ફળીયા, બલીઠા, સલવાવ, છીરીમાં ભંગારના ગેરકાયદે ગોડાઉનોની થપ્‍પી લાગી ચૂકેલી છે. ત્‍યારે એવા ગોડાઉનોમાં છેલ્લા દશ દિવસથી લગાતાર આગ લાગવાના બનાવો થકી લોકોમાં ભયના માહોલ સાથે જાહેર સલામતિનો ગંભીર મામલો ઉપસ્‍થિત થતા અંતે પોલીસ વિભાગએ 15 જેટલા ભંગારીયાઓ સામે ફોજદારી ગુનો નોંધી ચાંપતી તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.
વાપી વિસ્‍તારના 15 જેટલા ભંગારીયાઓ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ છે. તેમાં અલતાફ રઈશ મોહંમદ રહે.આઝાદ રેસિડેન્‍સી-ડુંગરી ફળીયા, મોહંમદ ઝમીલ મોહમદ રહે.આઝાદ કોમ્‍પલેક્ષ-ડુંગરી ફળીયા, મોહમદ હશન રહે.સાંઈ આસ્‍થા બિલ્‍ડીંગ-બલીઠા, અબ્‍દુલ અઝીઝ રહે.કટારીયા ટ્રાન્‍સપોર્ટ ગલીમાં વાપી, અબુ તષ્‍ઠા અબુ સતહાર રહે.સાંઈ આસ્‍થા બિલ્‍ડીંગ-કરવડ, અશોક દિગંબર ગાયકવાડ રહે.ઈડબલ્‍યુએસકોલોની-વાપી, હકીમુલ્લા બરફુલ્લા સમાની રહે.આઝાદ રેસિડેન્‍સી-ડુંગરી ફળીયા, આસ મોહમદ રહીશ ખાન રહે.મુસા રેસિડેન્‍સી-ડુંગરા, મોહંમદ સલીમ ખાન રહે.ડુંગરા ફળીયા-વાપી, અબ્‍દુલ, સલામ જમીલ અહમદખાન રહે. ઉસ્‍માનિયા-ડુંગરી ફળીયા, અબ્‍દુલ ખુદસહાય મોહંમદ રહે.ડુંગરી, શાન તોફીક અલી રહે.ડુંગરી ફળીયા, મોહંમદ જહીર અબ્‍દુલ મોબીન રહે.ડુંગરા, રસીદ અહેમદ બેચેનઅલી રહે.મિલ્લત નગર-ડુંગરા મળી કુલ 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ છે.

Related posts

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

ચીખલીના માણેકપોરની એક કંપનીના કમ્‍પાઉન્‍ડમાંથી એલસીબી પોલીસે યુરિયા ખાતરના જથ્‍થા સાથે ત્રણને ઝડપ્‍યા

vartmanpravah

વાપી આર. કે. દેસાઈ કોમર્સ-મેનેજમેન્‍ટ કોલેજના વિદ્યાર્થી ટીવાય બીકોમમાં ટોપર બન્‍યા

vartmanpravah

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

Leave a Comment