(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપી સોશિયલ ગ્રપુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા સતત 5 મી વખત આજે રક્તદાન શિબિરનું આયોજન વાપી ટાઉનમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પારડીની માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ બેંકના ડો. અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં વાપીના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ રક્તદાન કરવા આવ્યા હતા. વાપીના સમાજ સેવક કિરણ રાવલ જેઓપોતે છેલ્લા 23 વર્ષમાં 100 વખત રક્તદાન કરી ચૂક્યા છે એમણે રક્તદાતાઓને રક્તદાન કરવાના ફાયદા સમજાવ્યા હતા અને દરેક તંદુરસ્ત માણસોએ દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ. અને આજની નવ યુવા પેઢીને નશામુક્ત રહેવા સમજાવ્યા હતા. આ રક્તદાન શિબિરમાં દરેક રક્તદાતાઓને સમાજ સેવક કિરણ રાવલ તરફથી સર્ટિફિકેટ તેમજ આકર્ષક ગિપ્ટ પણ આપવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં બપોરે 2.30 વાગ્યા સુધી 55 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું.