October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ને.હા.56 જમીન સંપાદન વિરોધમાં અસરગ્રસ્‍ત ખેડૂતો અને આગેવાનોએ કલેક્‍ટરને આવેદન આપ્‍યુ

જમીન સંપાદન અધિનિયમ 2013ને ધ્‍યાને લેવાય : ગ્રામસભાના ઠરાવ તથા હયાત રસ્‍તો જ પહોળો કરવા જેવી માંગ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડમાં આજે મંગળવારે નેશનલ હાઈવે નં.56 વાપીથી શામળાજી સુધીના હાઈવે માટે થનાર જમીન સંપાદનના વિરોધમાં અસરગ્રસ્‍ત ખેડૂતો અને આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં એકત્રિત થઈને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વાસદાના ધારાસભ્‍ય અનંત પટેલના નેતૃત્‍વમાંઆજે હાઈવે નં.56 માટે સંપાદિત થનાર જમીન માટે વિરોધ કરવામાં આવ્‍યો હતો. અસગ્રસ્‍ત ખેડૂતોની માંગણી હતી કે જમીન સંપાદન અધિનિયમ 2013ને ધ્‍યાને લેવાય તેમજ ગ્રામસભાના ઠરાવો માન્‍ય રાખવા તેમજ હયાત રસ્‍તાને પહોળો કરવો તે માટે નવું એલાજમેન્‍ટ રદ્દ કરવું જેવી માંગણીઓ સાથે અસરગ્રસ્‍ત ખેડૂતો, આગેવાનો, પૂર્વ સાંસદ કિશન પટેલ અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં વલસાડ કલેક્‍ટર કચેરી પહોંચ્‍યા હતા. પરંતુ ઓફિસમાં એન્‍ટ્રી અપાઈ નહોતી તેથી લોકો કલાકો સુધી કચેરીની બહાર બેસી રહેલા, બાદમાં માત્ર 20 થી 25 જણને એન્‍ટ્રી અપાઈ હતી અને કલેક્‍ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

Related posts

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

Leave a Comment