Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

દરિયા કિનારે ચાલતી અસામાજિક પ્રવૃત્તિ કે સંદિગ્‍ધ ગતિવિધિની જાણકારી માટે નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. વિશાલ પટેલે બીચ રોડ ઉપર ઊંટ-ઘોડા ચલાવનારા તથા ફોટોગ્રાફરો અને ભેળપુરી, પાણીપુરી, આઈસ ક્રીમ ચણા-સિંગ વગેરે વેચનારાઓ સાથે બેઠક કરી અકસ્‍માત કે દુર્ઘટનાની સાથે ગેરકાયદે થતી પ્રવૃત્તિ અને સંદિગ્‍ધ ગતિવિધિની જાણકારી માટે કેળવેલી મિત્રચારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : આજે દમણ પોલીસે નાની દમણ બીચ રોડ ઉપર ઊંટ, ઘોડા ચલાવનારા તથા ફોટોગ્રાફરો અને ભેલપુરી, પાણીપુરી, આઈસ ક્રીમ, ચણા-સિંગ વગેરે વેચનારા ફેરિયાઓ સાથે એક બેઠક કરી દરિયા કિનારે થતી કોઈપણ સંદિગ્‍ધ ગતિવિધિ તથા અકસ્‍માત/દુર્ઘટનાની તાત્‍કાલિકજાણકારી આપવા સમજ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલે નાની દમણના બીચ રોડ અને દરિયા કિનારે ઘોડા-ઊંટ ચલાવનારા તથા ફોટોગ્રાફરો અને ભેળપુરી, પાણીપુરી, આઈસ ક્રીમ, ચણા-સિંગ વગેરે વેચતા ફેરિયાઓ સાથે મીટિંગ કરી તેમને દરિયા કિનારે થતી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે સંદિગ્‍ધ ગતિવિધિ અથવા કોઈ દુર્ઘટના કે અકસ્‍માતની જાણકારી મળે તો તાત્‍કાલિક નજીકના પોલીસ સ્‍ટેશન અથવા હેલ્‍પ લાઈન નંબર 112 અને 100 ઉપર સૂચના આપવા જણાવાયું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલે પોતાનો પર્સનલ મોબાઈલ નંબર પણ આપી તમામને વાત કરી માહિતી આપવ અથવા સીધા પોલીસ સ્‍ટેશનમાં આવી તેમને મળી જાણકારી આપવા પણ સમજ આપી હતી.
નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલના ફેરિયાઓ સાથેના મિત્રચારી ભર્યા અભિગમથી કાંઠા વિસ્‍તારમાં થતી ગેરકાનૂની અને દેશદ્રોહી પ્રવૃત્તિની સૂચના ખુબ જ સરળતાથી મળી શકશે એવી આશા પણ બંધાઈ છે.

Related posts

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

Leave a Comment