October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રિ-મોન્‍સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી સેવાસદન ખાતે પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં આગામી ચોમાસા દરમ્‍યાન પડકારોનો સામનો કરવા પ્રિ-મોન્‍સૂન પ્રીપેડનેશ બેઠક યોજાઈ હતી. જેમાં ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલએ પ્રિમોન્‍સુન કામગીરી માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી કામગીરી પાર પાડવા એકશન પ્‍લાન તૈયાર કરાયો હતો. આફત સમયે જરૂરી અનાજ પુરવઠો હાથ પર રહે, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાન અપડેટ કરવો, ડેમમાં પાણી છોડવા અંગે આગોતરી જાણ કરવી, પાણી ભરાવાના સ્‍થળે સાઈન બોર્ડ, પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આશ્રય સ્‍થાનો નક્કી કરવા, વીજ પુરવઠો સતત મળતો રહે તે માટે કાર્યવાહી, ગટર ડ્રેનેજની સફાઇ, દવાનો જથ્‍થો, પીવાનું પાણી, પાણીનું શુદ્ધિકરણ, વરસાદ માપક યંત્ર, શાળા ઓરડા, મૃત પશુઓના નિકાલની વ્‍યવસ્‍થા, આંગણવાડી કેન્‍દ્રોનું સમારકામ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિમાંખેતી પાકનો સર્વે, માર્ગ ઉપર નડતરરૂપ વૃક્ષોની છટણી, કંટ્રોલ રૂમ ફોન, કુદરતી કે માનવસર્જિત આફતો દરમ્‍યાન તલાટીઓએ વિગતો અપડેટ કરી મામલતદારને આપવી જેવી અનેક બાબતો ઉપર વિચાર વિમર્શ કરાયો હતો.
ચીખલી મામલતદાર રાકેશભાઈ જોશી, ટીડીઓ કેતનભાઈ દેસાઈ, માર્ગ મકાન સ્‍ટેટ અને પંચાયત, ટીપીઓ વિજયભાઈ, ટીએચઓ અલ્‍પેશભાઈ, પોલીસ, વીજ કંપની, વન વિભાગ, ખેતીવાડી સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

સુરત દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્‍સવમાં વલસાડ જિલ્લાના કપરાડાની વિદ્યાર્થિની પ્રગતિ તૃતીય સ્‍થાને વિજેતા

vartmanpravah

સરીગામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

vartmanpravah

ચીખલીમાંમુખ્‍યમાર્ગ સ્‍થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્‍દૂ પક્ષ દ્વારા કરી બગલાદેવ મંદિરનો શેડ સ્‍વેચ્‍છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

Leave a Comment