April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

  • દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સવારે 8ના ટકોરે સર્વેક્ષણમાં સામેલ વિદ્યાર્થી સર્વેક્ષકોને પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી વધારેલું મનોબળ

  • પહેલાં દિવસે દાદરા નગર હવેલીમાં 773 સ્‍વયં સેવકો/ કર્મીઓ દ્વારા 3806, દમણમાં 496 સ્‍વયં સેવકો/કર્મીઓ દ્વારા 4726 અને દીવમાં 136 સ્‍વયં સેવકો/કર્મીઓ દ્વારા 734 ઘર-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને મનનીય માર્ગદર્શન હેઠળ આજથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વ્‍યાપક પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ 2023ના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે કડીમાં આજે સવારે દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ સર્વેક્ષણમાં સામેલ સમર્પિત સર્વેક્ષકોને પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી તેમનું મનોબળ વધાર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સર્વેક્ષણ શરૂ થવાના સમયે જે સ્‍વયં સેવક વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં 8 વાગ્‍યે આ સર્વેક્ષણ માટે લોગ ઓન કર્યું તેમને દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ પુષ્‍પગુચ્‍છ અને રૂા.2000 શુભેચ્‍છા ભેટ તરીકે આપી તેમનું સન્‍માન કર્યું હતું. જેમાં દમણપોલીટેકનિકના વિદ્યાર્થી શ્રી ધીરજ પ્રજાપતિ, શ્રી દર્શ યાદવ, શ્રી રાહુલ સાવંત, શ્રી રહન બેલીમ, શ્રી વિપુલ ઝા અને શ્રી હાર્દિક સાપરિયાનો સમાવેશ થતો હતો.
આ કડીમાં જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ દરેક વિદ્યાર્થીઓને આ સર્વેક્ષણમાં ઝડપ લાવવા પ્રોત્‍સાહિત અને પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, આ કાર્ય નિર્ધારિત સમય સીમામાં સંપૂર્ણ ચકાસણી સાથે પૂર્ણ કરવા માટે તમારે દરેકે મહેનત કરવી પડશે.
દરમિયાન કલેક્‍ટરશ્રીએ દરેક સ્‍વયં સેવકો પાસેથી આ સર્વેક્ષણના સંદર્ભમાં પ્રતિક્રિયા જાણી હતી અને આ સર્વેક્ષણમાં ઓનલાઈન ડાટા જમા કરવાના અનુભવની પણ માહિતી મેળવી હતી. આ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, દમણ આરોગ્‍ય વિભાગના ડો. તપન દેસાઈ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આજે સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ 2023 અંતર્ગત દાદરા નગર હવેલીમાં 773 સ્‍વયં સેવકો/કર્મીઓએ 3806, દમણમાં 496 સ્‍વયં સેવકો/કર્મીઓએ 4726 અને દીવમાં 136 સ્‍વયં સેવકો/કર્મીઓએ 734 ઘરો/પરિવારોનું સર્વેક્ષણ કરતા પહેલાં દિવસે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુલ 1405 સ્‍વયં સેવકો/કર્મીઓએ 9266 ઘર/પરિવારોનું સર્વેક્ષણ પૂર્ણ કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, આ સર્વેક્ષણ પ્રદેશના લોકોની આવશ્‍યકતા પૂર્ણ કરવાવાળીનીતિઓ અને કાર્યક્રમોના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. તેથી સર્વેક્ષણ અભિયાનને સફળ બનાવવા માટે પ્રદેશના લોકોને સક્રિયતાથી ભાગ લેવા પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે. આ સર્વેક્ષણ સંબંધિત કોઈને પણ કોઈપણ પ્રકારની માહિતી ફરિયાદ કે વધુ જાણકારીની જરૂરિયાત હોય તો તેઓને ટોલ ફ્રી નંબર 104 ઉપર સંપર્ક કરવા પણ જણાવાયું છે.

Related posts

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment