July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં જુના બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ ફંગોળી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ આમધરા ગામના એક રહીશ શુક્રવારના રોજ ચીખલી એપીએમસી પાસે આવેલ બેન્‍ક ઓફ બરોડાની શાખામાંથી નાણાં ઉપાડી ત્‍યાંથી થોડે દુર બજારમાં જુના બસ સ્‍ટેન્‍ડવાળા વિસ્‍તારમાં એક ફરસાણની દુકાનમાં ફરસાણ લેવા માટે ગયા હતા. આ દરમ્‍યાન અગિયારેક વાગ્‍યાના સુમારે આ ફરસાણની દુકાન પાસે કોઈ અજાણ્‍યો વ્‍યક્‍તિ આવી તેમની મોટર સાયકલમાં ભરાવેલ કેરીઓ ભરેલ પ્‍લાસ્‍ટિકની બેગમાં કેરી પડી ગઈ હોવાનું જણાવી તેમનું ધ્‍યાન બીજે ભટકાવી તેમની પાસે રોકડ રકમ વળી કાપડની થેલી હતી તે છીનવીને ફરાર થઈ ગયા હતા. આ બેગમાં પાસબુક પણ હતી. અને એક લાખ રૂપિયા જેટલી રોકડ રકમ હોવાનું જાણવા મળ્‍યુંહતું.
બનાવ અંગેની જાણ કરાતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાઓના ફુટેજ ફંગોળી તપાસ હાથ ધરી હતી. આ ગઠિયાઓ ત્રણેક જેટલા હોવાનું કહેવાય છે. અને બેન્‍ક ઓફ બરોડા પાસેથી જ આમધરાના શખ્‍સનો પીછો કરી ફરસાણની દુકાન નજીક મોટર સાયકલ ધીમું પાડતા જ એક ગઠિયો જાણી જોઈને મોટર સાયકલ અથડાવીને કેરી પડી ગઈ હોવાનું જણાવી ધ્‍યાન બીજે ભટકાવી બીજો ગઠિયો રોકડ ભરેલ બેગ છીનવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે બનાવ અંગે પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુ પોલીસની તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

Related posts

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટ ટાણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ચીખલી તાલુકામાં એસએમસી અને એલસીબી પોલીસે કાટિંગ કરતા સમયે જ ત્રાટકી ચીમલા અને મીણકચ્છથી રૂ.૧૮.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્‍ડ કેબલ કામગીરીમાં પાણીની લાઈનો તૂટી રહી હોવાની ફરિયાદ

vartmanpravah

‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ આપવા માટે આમલોકોની ભાગીદારી આવશ્‍યકઃ રમેશ કુંદનાની-પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ

vartmanpravah

Leave a Comment