January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

1,03,744 રૂપિયાની સોનાની ચેન અને રોકડ રકમ કબ્‍જે કરી

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: વાસોણા ગામે ઘરમાં ઘુસી એક મહિલાએ સોનાની ચેન અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ચોવીસ કલાકમાં જ મહિલા ચોરને સોનાની ચેન અને રોકડ રકમ સાથે ઝડપી પાડી હતી. ગત 29 જૂનના રોજ કોઈ અજાણી વ્‍યક્‍તિ ફરિયાદી છગનભાઇ બ્રાંજુલભાઈ અંધેર રહેવાસી વાસોણા અમરુનપાડા લાયન સફારી રોડ તેઓના ઘરમાં ઘુસી 33.730 ગ્રામ સોનાની ચેન અને 13 હજાર રૂપિયા રોકડ મળી 1,10,244 રૂપિયાનો માલસામાન ચોરી કરી ફરાર થઈ ગયેલ ફરિયાદના આધારે પોલીસે આઈપીસી 380,454 મુજબ ગુનો નોંધી એસપીના માર્ગદર્શનમાં ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્‍થળની મુલાકાત લઈ જાણકરી મેળવી જેમા કોઈ અજાણી મહિલા હોવાનું જાણવા મળેલ ત્‍યારબાદ આજુબાજુના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતા જેમાં એક મહિલા દુપટ્ટામાં પોતાનુ મોઢુ છૂપાવેલ જોવા મળી હતી. તેની તપાસ કરતા સંદિગ્‍ધ મહિલા રાનુદેવી શ્રીનાથ વર્મા (ઉ.વ.35) રહેવાસી મંજુબેન પટેલનીચાલ સ્‍કૂલ ફળિયા, સામરવરણી મૂળ રહેવાસી યૂપી જેની પુછપરછ દરમ્‍યાન એણે ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે મહિલા આરોપીને 30 જૂનના રોજ ગિરફતાર કરી અને સોનાની ચેઈન અને 6500 રોકડ રકમ મળી કુલ 1,03,744 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરી પીસીઆર મેળવવામાં આવ્‍યા હતા.

Related posts

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

દમણમાં 10, દાનહમાં 16, દીવમાં 0પ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

Leave a Comment