October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

  • દમણ ન.પા.ના સી.ઓ. તરીકે સંજાન સિંહે પણ સંભાળેલો અખત્‍યાર

  • દમણ ન.પા.ના રોડના પેચવર્ક તથા સ્‍ટ્રીટ લાઈટની મરામત માટે નવનિયુક્‍ત સી.ઓ.એ કાઉન્‍સિલ બેઠકમાં આપેલો સધિયારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાના અધ્‍યક્ષસ્‍થાને આજે દમણ ન.પા.ના સભાખંડમાં મળેલી પ્રથમ કાઉન્‍સિલ બેઠકમાં ન.પા.ના નવનિયુક્‍ત ચીફ ઓફિસર શ્રી સંજાન સિંહની વધામણી અને બદલી થયેલા સી.ઓ. શ્રી અરૂણ ગુપ્તાની વિદાય બદલ પુષ્‍પગુચ્‍છ આપી શુભકામના પાઠવવામાં આવી હતી. નવા ચીફ ઓફિસર તરીકે આજથી જ શ્રી સંજાન સિંહે પોતાનો અખત્‍યાર પણ સંભાળી લીધો હતો.
આજે દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયાએ પ્રથમ કાઉન્‍સિલબેઠકમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ને ચરિતાર્થ કરી દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ, સુંદર અને રળિયામણું બનાવવાનો વિશ્વાસ કાઉન્‍સિલ સમક્ષ પ્રગટ કર્યો હતો. તેમણે તમામ નગરપાલિકા સભ્‍યોને સાથે લઈ વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે નવનિયુક્‍ત ચીફ ઓફિસર શ્રી સંજાન સિંહનું ધ્‍યાન પણ આકર્ષિત કર્યું હતું.
આ બેઠકમાં ચીફ ઓફિસર શ્રી સંજાન સિંહે વહેલી તકે શહેરની સડકોનું પેચવર્ક કરવા, ચોમાસા પહેલાં સ્‍ટ્રીટ લાઈટની મરામત અને તૈયારીઓનું નિરીક્ષણ કરવા સધિયારો આપ્‍યો હતો.
પ્રારંભમાં દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, સી.ઓ. શ્રી સંજાન સિંહ અને પૂર્વ સી.ઓ. શ્રી અરૂણ ગુપ્તાએ દીપ પ્રજ્‍વલિત કરી મીટિંગની શરૂઆત કરાવી હતી.
આ બેઠકમાં દમણ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, પૂર્વ ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, શ્રીમતી તમન્ના શૌકત મિઠાણી, શ્રી ચંદ્રગીરી ઈશ્વર ટંડેલ, શ્રીમતી જસવિંદર રણજીતસિંહ ચંડોક, શ્રીમતી નયનાબેન વલમો, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રીમતી અનિતા જયંતિલાલ, શ્રીમતી સોહિના રજનીકાંત પટેલ, શ્રી પ્રમોદ રાણા સહિત કાઉન્‍સિલરો અને સ્‍ટાફના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

Leave a Comment