September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

તેલંગણાના રહેવાસીઓ સાથે તેમના સમૃદ્ધ ઈતિહાસ અને ભવ્‍ય સંસ્‍કૃતિ તથા વ્‍યંજનોને યાદ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આજે ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ની પહેલ અનુસાર તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે દમણમાં રહેતા તેલંગણાના નાગરિકોનું અભિવાદન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે(જનરલ) તેલંગણાવાસીઓને અભિનંદન પાઠવી તેલંગણા રાજ્‍યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્‍કૃતિ ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે તેલંગણાની સમૃદ્ધ સંસ્‍કૃતિ, વ્‍યંજન અને ઉત્‍સવોની પણ પ્રશંસા કરી હતી.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્‍યના લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતા અને ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’નું પ્રતિબિંબ પણ પડતું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસને વિવિધ રાજ્‍યોના સ્‍થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બનવાનો નિર્ણય લીધેલો છે.

Related posts

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતિમ ચરણમાં ખતલવાડા ગામમાં પહોંચી, રૂ. 32.38 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયું

vartmanpravah

ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી આપેલી બીયુપી સામે થનારી ઉચ્‍ચ સ્‍તરીય રજૂઆત

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

Leave a Comment