October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

જથ્‍થો સેલવાસથી ભરાયો હતો : અમદાવાદ પહોંચે તે પહેલા પોલીસ કન્‍ટેનર સાથે 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: દિવાળીના તહેવાર અને વેકેશન આવતું હોવાથી બુટલેગરો દ્વારા મબલખપ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બાવળા થઈ ગયા છે. કંઈક તેવો જ બનાવ આજે વાપી નજીક બગવાડા ટોલ પ્‍લાઝા પાસે બન્‍યો હતો. સેલવાસથી દારૂનો 11.10 લાખનો જથ્‍થો ભરીને અમદાવાદ જઈ રહેલ કન્‍ટેનર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્‍લિનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચ ટીમને બાતમી મળી હતી કે, સેલવાસથી દારૂનો જથ્‍થો ભરી કન્‍ટેનર અમદાવાદ જઈ રહ્યું છે. ત્‍યાર બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. બગવાડા ચેકપોસ્‍ટ ઉપર વોચ ગોઠવી પોલીસ તહેનાત થઈ ગઈ હતી. બાતમી વાળુ કન્‍ટેનર નં.ડીએન 09 પી 9487 આવતા પોલીસે સાઈડીંગ કરાવી ચેકીંગ કર્યું હતું. તેમાં કન્‍ટેનરમાં દારૂની બોટલો ભરેલ 380 બોક્ષનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેની કિંમત રૂા.11.10 લાખનો જથ્‍થો હતો. એલ.સી.બી.એ કન્‍ટેનર સાથે 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલક શાહરુખ મોહંમદ મતીન ખાન અને ક્‍લિનર દાનિશ રફીક ખાન બન્ને રહે.કલ્‍યાણપુર ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી. સમગ્ર મામલો એલ.સી.બી.એ પારડી પો.સ્‍ટે.માં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ પારડી પોલીસને સોંપાઈ હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

Leave a Comment