Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

સુરતનો રિક્ષા ચાલક નંદકિશોર કેસના કામે વલસાડઆવેલ જ્‍યારે મોગરાવાડીનો યુવાન મિતેશ રાઠોડ પાટા ક્રોસ કરી રહ્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ રેલવે સ્‍ટેશને સોમવારે મોડી રાતે બે કરૂણાંતિકા સર્જાઈ હતી. પાટા ક્રોસ કરતા બે યુવાનો ટ્રેન અડફેટમાં આવી જતા ઘટના સ્‍થળે જ બન્નેના કરુણ મોત નિપજ્‍યા હતા.
જી.આર.પી. સુત્રો મુજબ સુરત ગોડાદરામાં રહેતો 35 વર્ષિય રીક્ષા ચાલક નંદકિશોર મંડલ વલસાડ કોર્ટ કેસના કામ સારુ સુરતથી આવ્‍યો હતો. કામ પતાવી રાતે સુરત જવા નિકળેલ ત્‍યારે સ્‍ટેશન ઉપર પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે બીજા બનાવમાં વલસાડ મોગરાવાડી હિરા ફેક્‍ટરી પાસે રહેતો 35 વર્ષિય મિતેશ નરેશભાઈ રાઠોડ રાતે પાટો ક્રોસ કરતા વડોદરા વલસાડ ઈન્‍ટરસીટી ટ્રેનની અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જી.આર.પી.એ 108 બોલાવીને બન્નેની ડેથબોડી વલસાડ સિવિલમાં પી.એમ. માટે મોકલી આપી હતી.

Related posts

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

તા.01.01.2024 થી અમલમાં આવનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભા મતદાર યાદીમાં કોઈ વાંધા-ફરિયાદ માટે 5 ડિસેમ્‍બરે મોટી દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં બેઠક

vartmanpravah

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

Leave a Comment