March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.04: ઉમરગામ તાલુકામાં રાજકીય આગેવાનોની ભુમાફીયાગીરી અને અધિકારીઓની ભ્રષ્ટાચારી કામગીરીના પરિણામે ભ્રષ્ટાચાર શિખરે છે. જેના કારણે ન્‍યાય મળવામાં અરજદારોને વિલંબ થઈ રહ્યો છે જેની નોંધ લેવામાં રાજ્‍ય સરકાર સદંતર નિષ્‍ફળ છે.
વંકાસ ગામની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. એમની માલિકીની જમીન સર્વે55/1/પૈકી 7 ના ખોટા નકશા બનાવી ખરા તરીકે ઉપયોગમાં કરી મૂળ માલિક શ્રી નિખિલભાઈ ગાંધીની સર્વે નંબર 301(જુનો 55/1/પૈકી 1) વાળી જમીન ઉપર કબજો કરી કંપનીનું બાંધકામ કરેલ છે. ડીએચવી ફિટિંગ કંપનીએ લાગુ સર્વે નંબર વાળી વધુ બે માલિકોની જમીન ઉપર પણ કબજો કરેલ છે જેમાં એક અરજદાર ન્‍યાય માટે છેલ્લા ચાર વર્ષથી લડત ચલાવી રહ્યા છે.
આ પ્રકરણમાં વધુ એક અરજદાર શ્રી નિખિલભાઈ ગાંધીના ઓથોરાઈઝ સિગ્નેટરી વિપુલભાઈ પટેલે જિલ્લા પોલીસ વડા અને કલેક્‍ટરશ્રીનું ધ્‍યાન દોરેલ છે. જેમાં તપાસ ચાલુ છે. અને કંપની સામે તાજેતરમાં વધુ એક અરજી કરી શરત ભંગની કાર્યવાહી માટે કલેક્‍ટર કચેરીનુ ધ્‍યાન દોરેલ છે.
આ પ્રકરણની ચાલી રહેલી તપાસમાં ડીઆઈએલઆર સુપ્રિટેન્‍ડેન્‍ટ શ્રી એ.ડી. પટેલની કચેરીની મુલાકાત દરમિયાન આ સમગ્ર પ્રકરણની પુરાવા સાથે રજૂઆત કરતા એમણે પણ અરજદાર તરફ પક્ષ રજૂ કર્યો હતો. પરંતુ કોઈ કારણસર આ સમગ્ર પ્રકરણની તપાસમાં વિલંબ થઈ રહ્યું છે. હવે અરજદાર ઝડપી ન્‍યાય માટે લેન્‍ડગ્રેબિંગ એકટ હેઠળ તપાસ થાય એવી ગતિવિધિ હાથ ધરી છે.

Related posts

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આપ પીચબનાવે તે પહેલાં જમીન સરકીઃ માજી ધારાસભ્‍ય ઈશ્વર પટેલ અને પારડી આપના પ્રમુખ વિજય શાહના રાજીનામા

vartmanpravah

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment