Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સવારે 6:00 કલાકે ઈવેન્‍ટ ખુલ્લો મુક્‍યો : 20 હજાર ઉપરાંત લોકો જોડાયા

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી જી.આઈ.ડી.સી. ગુંજનમાં આજે રવિવારે વહેલી સવારે 6:00 થી 10 વાગ્‍યા સુધી બીટ પ્‍લાસ્‍ટીક પ્રદૂષણ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો હતો. જેમાં નાના ભુલકાઓથી લઈ મોટેરા સુધીના 20 હજાર ઉપરાંત લોકોએ ઈવેન્‍ટમાં આનંદ-ઉત્‍સાહ સાથે ભાગ લઈને સફળ બનાવ્‍યો હતો.
સ્‍ટ્રીટ ફોર ઓલનું આયોજન વી.આઈ.એ., જી.આઈ.ડી.સી. નોટીફાઈડ અને પોલીસ વિભાગ સહિતની સરકારી-સામાજીક સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું. રવિવારે સવારે નાણા-ઊર્જા મંત્રી અને વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહીને ઈવેન્‍ટને ખુલ્લો મુક્‍યો હતો. સ્‍ટ્રીટ ફોર ઓલનો આ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજાય છે પરંતુ બે-ત્રણ વર્ષ કોરોનાના કપરા કાળમાં બંધ રહ્યો છે. ફરી એજ આનંદ અને ઉત્‍સાહ સાથે રવિવારે સ્‍ટ્રીટ ફોર ઓલનું દબદબાપૂર્વક આયોજન કરાયું હતું. ઈવેન્‍ટમાં દોરડા ખેંચ, કોથળા દોડ, જુમ્‍મા ડાન્‍સ, કેરમ, સાપ સીડી, લુડો જેવીરમતોનું આયોજન કરાયું હતું. બાળકો અને યુવાનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. સ્‍ટ્રીટ ફોર ઓલમાં ટેસ્‍ટ ઓફ લાઈકની ઝલક જોવા મળી હતી.

Related posts

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્‍ટર નિર્માણ’ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત દમણઃ દુણેઠા ગ્રા.પં.ના સરપંચ સવિતાબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સર્વાંગી વિકાસના જયઘોષ સાથે યોજાઈ ગ્રામસભા

vartmanpravah

પૂર્વ તૈયારી

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

Leave a Comment