October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નાઝાબાઈ રોડ, મચ્‍છી માર્કેટ વોર્ડ નં.8 રોડના અધુરા કામ પુરા, યુવા કોંગ્રેસની પાલિકામાં રજૂઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણ ઠાકુરે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નાઝાબાઈ રોડ મચ્‍છી માર્કેટ, મહાત્‍મા ગાંધી રોડના અધુરા કામો ચોમાસા પહેલા પુરા કરવા માટે વાપી યુવા કોંગ્રેસએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી માંગણી કરેલ છે.
વાપી વોર્ડ નં.8ના કેટલાક વિકાસ કામો ખાસ કરીને રોડના અધુરા છોડવામાં આવ્‍યા છે. જેમાં નાઝાબાઈ રોડ, મચ્‍છી માર્કેટ, મહાત્‍મા ગાંધી રોડ મુખ્‍ય છે. તેથી વાપી શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણ દિલીપસિંગ ઠાકુરએ ચીફ ઓફિસર વાપી નગરપાલિકાને લેખિત રજૂઆત કરી રોડના અધુરા કામો પુરા કરવાની માંગણી કરી છે. લેખિત રજૂઆત ચોમાસા પહેલા જરૂરી પેચવર્ક કામગીરી પુરી કરવી જરૂરી છે તેથી આગામી ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ના પડે. જેવી રીતે પ્રમુખ વોર્ડમાં પેચવર્કની કામગીરી કરવામાં આવી છે તે અન્‍ય વોર્ડમાં પણ કરવી જરૂરી છે.

Related posts

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

પારડી શહેર તથા પારડી તાલુકાના ધોડિયા સમાજ દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો યોજાયો શુભેચ્‍છા સમારંભ

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah

નરોલી બ્રાહ્મણ ફળીયામાં ‘‘ક્રાઇમ બ્રાન્‍ચમાંથી આવું છું” કહી બે વ્‍યક્‍તિ બંદુકની અણીએ ઘરમાંથી ચોરી કરી ફરાર થવાની બનેલી ઘટના

vartmanpravah

Leave a Comment