September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમગ્ર પારડી વિસ્‍તારમાં કમોસમી વરસાદ : કેટલાય દિવસની અસહ્ય ગરમીમાં રાહત, જ્‍યારે ખેડૂત બન્‍યો બેહાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર પારડી વિસ્‍તારમાં ગરમીનો પારો ઊંચો જતા અસહ્ય ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોગારી પોકારી ઊઠ્‍યા હતા. આજરોજ હવામાન અચાનક પલટી મારતા બપોરે ગાજવીજ સાથે વરસાદ આવતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઘણા સમય બાદ લોકોને ગરમીમાં રાહત મળી હતી.
એક બાજુ આમ આદમી વાતાવરણ બદલાતા અસહ્ય ગરમીને લઈ રાહત અનુભવતો હતો જ્‍યારે જગતનો તાત ખેડૂતની હાલત વધારે કફોડી બની જવા પામી હતી. કારણકે અગાઉ આવેલ હવામાનને લઈ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચ્‍યું હતું. આ નુકસાનનું સર્વે થયું છે પરંતુ તેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થયો નથી ત્‍યાં ફરીથી આજ રોજ ગાજવીજ અને વાવાઝોડા સાથે પડેલા વરસાદને લઈ બાકી રહેલ કેરીના પાકને પણ નુકસાન થતા કેરીનો પાક સંપૂર્ણપણે નિષ્‍ફળ જતા ખેડૂત બેહાલ બન્‍યો છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

ધરમપુરમાં દિવ્‍યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે કીટ વિતરણ કરાઈ

vartmanpravah

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

Leave a Comment