January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વરસાદ વરસ્‍યો : ગરમીમાં ઠંડીનો અહેસાસ

વરસાદને લઈ કેરી આવક અને બજાર ભાવ ઉપર અસર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: છેલ્લા સપ્તાહથી વલસાડ જિલ્લામાં બેસુમાર કાળઝાળ ગરમી વરસી રહી હતી ત્‍યાં હવામાનમાં છેલ્લા 24 કલાકમાં આવેલ પલટાથી વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આજે રવિવારે સવારે વરસાદ વરસ્‍યો હતો.
વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ છમકલા કરી રહેલ છે. હવામાન વિભાગની આગાહી પણ હતી તે મુજબ રવિવારે જિલ્લામાં અમુક વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. વાપીમાં સવારે 10 વાગે અડધો કલાક સતત વરસાદ પડયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બપોરે રસ્‍તા સુમસામ અને જનજીવન શાંત રહેતું હતું. તેવા માહોલ વચ્‍ચે રવિવારે વરસાદ પડતા ગરમી વચ્‍ચે ઠંડકનો અહેસાસ કરાવ્‍યો હતો. જોકે આ કમોસમી લેખાવાતા વરસાદની સીદી આડ અસર કેરી પર થશે. કેરી બેડવાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ત્‍યાં વરસાદ ખલનાયક બની રહ્યો છે તેથી ખેડૂતો કેરી બેડવાની ઉતાવળ કરી રહ્યા છે તેની અસર બજાર ઉપર પડી રહી છે. ભાવો ગગડી રહ્યા છે. કેસર અને હાફુસમાં મણ દીઠ 200 થી 300 રૂપિયાના ભાવ ઘટાડો થઈ રહ્યો છે. સરવાળે જગતના તાતને તો નુકશાન જ છે.

Related posts

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

vartmanpravah

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

Leave a Comment